ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાંચ વર્ષમાં જો અમે સારા કામ કર્યા હશે તો મત આપજો, નહીંતર બીજાને આપજો: નિતિન ગડકરી - pm

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ મતદારોને અપિલ કરતા કહ્યું કે, જો અમારી સરકારે સારુ કામ કર્યું હશે તો મત આપજો,નહીંતર બીજાને મોકો આપવામાં કોઈ વાંધો નથી. તેમણે અપિલ કરી હતી કે, મતદારોએ મતદાન કરવા જતા પહેલા સરકારના પાંચ વર્ષના કાર્યોને ધ્યાનમાં રાખી મતદાન કરવું જોઈએ.

નિતિન ગડકરી

By

Published : Apr 7, 2019, 2:51 PM IST

તેમણે આગળ જણાવ્યું હતું કે, જે લોકો સત્તામાં છે તેમની પાર્ટીએ કેવા કામ કર્યા છે તેના આધારે તેમનું મુલ્યાંકન થવું જોઈએ. જો સરકારે યોગ્ય અને સારું કામ નથી કર્યું તો અન્ય લોકોને મોકો આપવો જોઈએ. મને નથી લાગતું કે, રાજનીતિ ફક્ત સત્તામાં આવવા માટે હોય છે પણ હકીકતમાં રાજનીતિ સમાજ માટે હોય છે. તેમણે કહ્યું હતું કે, હું ક્યારેય જાતિ આધારિત અથવા પરિવારવાદને લઈ રાજકારણ ખેલતો નથી. તેમણે વડાપ્રધાન બનાવને લઈ કહ્યું હતું કે, મને વડાપ્રધાન બનવામાં કોઈ રસ નથી.

ABOUT THE AUTHOR

...view details