નાણાપ્રધાન સીતારમણે જણાવ્યું હતું કે, બેંકોએ વ્યાજમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને એમસીએલઆર દ્વારા આપવાનો નિર્ણય કર્યો છે. બેંકોએ રેપો રેટથી જોડાયેલા દેવાદારોનો ભાર ઊતાર્યો છે, જેમાં કેન્દ્રીય બેંક દ્વારા મુખ્ય વ્યાજ દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ સીધો ગ્રાહકોને મળશે.
નાણાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સીએસઆપનું ઉલ્લંઘન હવે દંડનીય અપરાધ નહીં ગણાય. સાથે જ એફપીઆઈ પર વધારેલો સરચાર્જ પણ પાછો ખેંચવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર સ્ટાર્ટઅપ્સ તથા તેમના રોકાણકારો માટે એંજલ ટેક્સની જોગવાઈ પણ પાછી ખેંચી રહી છે.
સીતારમણે દાવો કર્યો હતો કે, હજૂ પણ દુનિયામાં ભારત સૌથી વધુ ગતિએ આર્થિક વૃદ્ધિ કરતો દેશ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક વ્યાપારમાં ઉતાર-ચડાવનો સિલસિલો ચાલી રહ્યો છે. જેની અસર આપણા દેશની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. તેમણે વૈશ્વિક વિકાસદર પણ નીચે આવી રહ્યો હોવાની વાત કરી હતી. જ્યાં વૈશ્વિક વિકાસ દર હાલ 3.2 ટકા હોવાનું જણાવ્યું હતું. ભારતનો જીડીપી અન્ય દેશોની સરખામણીએ હજૂ પણ વધારે છે.