સોમવારે કેરલની રાજધાની સ્થિત એક મંદીરમાં અનુષ્ઠાન દરમિયાન થરૂર ઘાયલ થયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
થરૂરને ધાર્મિક અનુષ્ઠાન બાદ ત્રાજવામાં બેસાડ્યા હતા. આ સમયે ત્રાજવાની સાંકળ તૂટી જતા થરૂર પડી ગયા હતા જેને લઈ તેમના માથા પર 8 ટાંકા આવ્યા હતા.
થરૂરે આ અંગે જણાવ્યું હતું કે, સીતારમણના શિષ્ટાચારથી તેઓ ગદગદ થઈ ગયા છે. ભારતીય રાજકારણમાં આવો શિષ્ટાચાર ભાગ્યે જ જોવા મળે છે.
થરૂરે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, નિર્મલા સીતારમણના વ્યવહારથી અભિભૂત છું, જેઓ કેરળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવા છતા પણ સવારે મને મળવા આવ્યા હતા. ભારતીય રાજકારણમાં આવો શિષ્ટાચાર ભાગ્યે જ જોવા મળે છે. તેમને આવું ઉદાહરણ પૂરૂ પાડતા જોઈ સારૂ લાગ્યું.
આપને જણાવી દઈએ કે, આ વખતે થરૂરની ટક્કર મિઝોરમના પૂર્વ ગવર્નર ભાજપા ઉમેદવાર કે, રાજશેખરન તથા સીપીઆઈના દિવાકરણ સાથે થવાની છે.