CBIનાં સૂત્રો મુજબ ઈંટરપોલ યુકે સાથે વાત કરશે અને નક્કી કરવાનું કહેશે કે, નીરવ મોદી ત્યાંથી ક્યાંય જઈ ન શકે. સૂત્રો મુજબ એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, નીરવ મોદી હવે બીજા દેશમાં ભાગવાની યોજના બનાવી રહ્યો છે. તેઓએ જણાવ્યું કે, ઓગસ્ટ 2018માં યુકેની ઓથોરિટી અને ઈંટરપોલે ભારતને આ જાણકારી આપી હતી કે, નીરવ મોદી તેમના દેશમાં છે. પરંતુ તેના લોકેશન વિશે કોઈ જાણકારી મળી નહોતી.
લંડનની સડકો પર બિંદાસ્ત ફરી રહ્યો છે નીરવ મોદી - CBI
નવી દિલ્હી: કરોડોનું ફૂલેકું ફેરવનારો ભાગેડુ નીરવ મોદી હવે લંડનના રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યો છે. નીરવનો વિડીયો જોયા બાદ હવે ભારતીય એંજેન્સિયો સક્રિય થઈ ગઈ છે. ત્યાર બાદ તેઓએ CBI ઈન્ટરપોલ અને યુકે ઓથોરીટીજનો સંપર્ક કરી નીરવ મોદી વિરુદ્ધ રેડ કૉર્નર નૉટિસ જાહેર કરી તુરંત કાર્યવાહી કરી ધરપકડની માંગ કરી છે.
file photo
એક અધિકારીના જણાવ્યા મુજબ 'જો કે હવે નીરવ મોદી વિશે ખબર પડી ગઈ છે, તો સૌથી પહેલા તેની ધરપકડ કરવી જોઈએ. કારણ કે તેના વિરુદ્ધ છેતરપીંડી, આપરાધિક ષડયંત્ર અને મની લોન્ડ્રિંગના અનેક કેસ છે. જેની જાણકારી યુકે સરકારની માંગ પર આપવામાં આવી હતી.