આસિયાના ઘરની બહાર લગાવેલા આદેશમાં NIA દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અંદાબ્રીની સંપત્તિથી જે આવક ભેગી થાય છે તેનો ઉપયોગ આતંકી પ્રવૃતિઓ કરવામાં થાય છે.
ટેરર ફંડિંગ કેસ: અલગાવવાદી નેતા પર NIAનું કડક વલણ
શ્રીનગર: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કાશ્મીરી અલગાવવાદી નેતા અને દુખ્તારન-એ-મિલાત પ્રમુખ આસિયા અંદ્રાબીની શ્રીનગરના સૌરામાં સ્થિત સંપત્તિ જપ્ત કરી છે. NIAના આતંક વિરોધી કાયદાને અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. NIA દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ઘરમાંથી આવનારી આવકનો આતંકી ગતિવિધીઓમાં ઉપયોગ કરવામાં આવે છે.
Asiya
તમને જણાવી દઇએ કે, અંબાદ્રી અને તેમના સહયોગી ગયા વર્ષે 5 જુલાઇથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેમની પર હિજબુલ મુઝાહિદ્દીન અને લશ્કર જૈશ સંગઠનો સાથે મળીને આતંકી ગતિવિધીઓને અંજામ આપવાના આરોપ છે.