ન્યૂઝડેસ્ક : તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનમાં બતાવવામાં આવ્યુ છે કે Covid-19 દરમીયાન ગંધ પારખવાની મંદ પડતી શક્તિ સામાન્ય શરદીની સરખામણીમાં કઈ રીતે અલગ છે.
યુરોપમાં આવેલા સુઘંવાની શક્તિને લગતા રોગોના નિષ્ણાંતોના એક જૂથ દ્વારા તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં તાવ કે ફ્લુ દરમીયાન મંદ પડતી સુંઘવાની શક્તિ અને Covid-19ના સંક્રમણના પરીણામે મંદ પડતી દર્દીની સુંઘવાની શક્તિ વચ્ચેનો ભેદ બતાવવામાં આવ્યો છે. આ અભ્યાસના તારણોમાં એ સીધ્ધાંત પર વજન આપવામાં આવ્યુ છે કે Covid-19 મગજ અને સેન્ટ્રલ નર્વસ સીસ્ટમને ચેપગ્રસ્ત કરે છે.
હૈદરાબાદ: યુરોપના સ્મેલ ડીસઓર્ડરના નિષ્ણાંતોએ તાજેતરમાં કરેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે Covid-19 દરમીયાન સુંઘવાની શક્તિને થતી અસર સામાન્ય તાવ અને શરદીમાં થતી અસરથી કઈ રીતે અલગ છે. 19 ઓગસ્ટ 2020ના રોજ ‘Rhinology’નામની જર્નલમાં પ્રસીદ્ધ થયેલા અભ્યાસ, ‘Comparison of COVID-19 and Common Cold Chemosensory Dysfunction’માં પહેલી વાર બતાવવામાં આવ્યુ છે કે Covid-19થી સંક્રમીત થયેલા લોકોને થતા સ્મેલ અને ટેસ્ટ ડીસઓર્ડર એ અન્ય અપર રેસ્પીરેટરી ઇન્ફેક્શનને કારણે થતા સ્મેલ ડીસઓર્ડરથી કઈ રીતે અલગ છે.
આ સંશોધન દરમીયાન સામે આવેલો સૌથી મોટો તફાવત એ છે કે, Covid-19ના સંક્રમણના પરીણામે પણ દર્દીની ગંધ પારખવાની શક્તિ મંદ પડે છે પરંતુ તેઓ મુક્ત રીતે શ્વાસ લઈ શકે છે, તેમને નાકમાંથી પાણી નીકડવાની કે નાકથી શ્વાસ લેવામાં અવરોધ ઉભો થવાની ફરીયાદ હોતી નથી તેમજ તેઓને કળવો કે મીઠો સ્વાદ પારખી શકતા નથી. આ તારણ એ થીયરી પર ભાર મુકે છે કે, Covid-19 દર્દીના મગજ અને સેન્ટ્રલ નર્વસ સીસ્ટમને ચેપગ્રસ્ત બનાવે છે. સંશોધનકારોની ટીમને આશા છે કે, કોરોના વાયરસની પ્રાથમીક તપાસ અને ઇમર્જન્સી વિભાગોમાં Covid-19ના સ્ક્રીનીંગમાં સ્વાદ અને ગંધ પારખવાની શક્તિનો એક ટેસ્ટ ઉમેરવામાં તેમનું આ સંશોધન મદદરૂપ થશે.
UEAની નોર્વીચ મેડીકલ સ્કુલમાં ફરજ બજાવતા અને આ અભ્યાસના મુખ્ય સંશોધક, પ્રોફેસર કાર્લ ફિલપોટે જણાવ્યુ હતુ કે, “સ્વાદ અને ગંધ પારખવાની શક્તિમાં થતો ઘટાડો એ Covid-19નું સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત તાવ-ઠંડી દરમીયાન પણ ગંઘ અને સ્વાદની શક્તિ પર અસર પડવી એ સામાન્ય લક્ષણ છે. અમે શોધવા માગતા હતા કે તાવ-શરદી દરમીયાન ગંધ અને સ્વાદની શક્તિને પહોંચતી અસરમાં અને Covid-19ના સંક્રમણને પરીણામે નાક અને જીભની શક્તિને પહોંચતી અસરમાં મુખ્યત્વે શું તફાવત છે.”
સંશોધનકારોની ટીમે અલગ અલગ વય અને જાતીના ત્રણ જૂથ પર સ્વાદ અને ગંધ પારખવાની શક્તિના ટેસ્ટ કર્યા હતા જેમાં દસ Covid-19ના દર્દી, દસ તાવ-શરદીના દર્દી અને દસ સ્વસ્થ લોકોનો સમાવેશ થતો હતો.
પ્રોફેસર ફિલપોટે જણાવ્યુ હતુ કે, “અમારે એ જાણવુ હતુ કે આ દર્દીઓના ટેસ્ટ બાદ મળેલા આંકડાઓ Covid-19ના દર્દીઓ અને તાવ-શરદીના દર્દીઓની નાક અને સ્વાદની શક્તિને થતી અસર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી શકે છે કે કેમ”
“અમે જાણતા હતા કે શ્વસનને લગતા અન્ય વાયરસ કરતા Covid-19 અલગ રીતે વર્તે છે ઉદાહરણ તરીકે તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓવર રીએક્ટ કરે છે જેને સાયટોકાઇન સ્ટોર્મ કહે છે, તેમજ તે દર્દીની નર્વસ સીસ્ટમને પણ અસર પહોંચાડે છે.”
“તેથી અમને શંકા છે કે ગંધ અને સ્વાદની શક્તિ મંદ પડવાના કારણો અને પરીણામો બંન્ને જુથોમાં અલગ અલગ હોઈ શકે છે.”