નવી દિલ્હી : અધિકારીઓએ કહ્યું કે, "ભારતીય રેલવેની વાતાનુકુલિત કોચમાં રૂફ માઉન્ટેડ કરેલા AC પેકેજ કલાકમાં 16-18 વખત હવા બદલે છે જેમ ઓપરેશન થિયેટરોમાં થાય છે." અગાઉ આ વાતાનુકુલિત ટ્રેનોમાં AC કલાક દીઠ 6થી8 વખત હવાને બદલતી હતી અને ડબ્બામાં રહેતી 20 ટકા જ તાજી હવા હતી. હવામાં પરિવર્તનની સંખ્યામાં વધારો થશે, જો કે, ઉર્જા વપરાશમાં પણ 10 થી 15 ટકાનો વધારો થશે.
હવે AC કોચમાં મળશે ઓપરેશન થિયેટર જેવી શુદ્ધ હવા...
રેલવેની એરકંડિશન્ડ ટ્રેનમાં હવે ઓપરેશન થિયટર જેવી શુદ્ધ હવા મળશે. આ પ્રયોગ કોરોના સંક્રમણને ફેલાવતા રોકવામાં મદદરૂપ રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રયોગ 12 મેથી રાજધાની રૂટ પર ચાલનારી 15 AC ટ્રેનમાં કરવામાં આવશે. કોવિડ-19 પછીની પરિસ્થિતિમાં ટ્રેનનું સંચાલન કરવાની રેલવેની આ તૈયારીઓનો ભાગ છે.
એક અધિકારીએ કહ્યું કે, પ્રવાસીઓની સલામતી માટે આ કિંમત ચૂકવવી પડે છે. આ એક નવી રીત છે, એસી જે રીતે કામ કરે છે તે રીતે જ કરશે. પહેલા AC પ્રસારિત હવાનો ઉપયોગ કરીને નવી હવાને ફેકતી હતી,જેથી કોચ ઝડપથી ઠંડુ થઇ જતું હવે, જ્યારે હવે તાજી હવા આવશે, જેથી કોચને ઠંડુ થવામાં થોડો વધારો સમય લાગશે. તો આ સાથે ઉર્જાનો વપરાશ પણ વધારે થશે. "
રેલવેએ સેન્ટ્રલાઇઝ્ડ ACનું તાપમાન પણ સામાન્ય 23 સેથી 25 ડિગ્રી સલ્સિયસ કરી દીધું છે. કારણ કે, હવે મુસાફરોને ચાદરો આપવામાં આવશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય નિષ્ણાતોની સલાહથી રેલવેએ તેમના નોન-એસી કોચોને કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને તેમા પણ સુધારો કર્યો છે.