નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી હિંસા કેસમાં ધરપકડ કરાયેલા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇશરત જહાંને આપેલી જામીનને વધારવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે ઇશરત જહાંને આજે જેલ હવાલે થવા આદેશ આપ્યો હતો. 30 મેના રોજ પટિયાલા હાઉસ કોર્ટે ઇશરત જહાંને લગ્ન કરવા 10 દિવસ માટે જામીન આપ્યા હતા.
સુનાવણી દરમિયાન ઇશરત જહાંના વકીલ લલિત વાલેચાએ કહ્યું કે, ઇશરત જહાંના લગ્ન થઇ ચૂક્યા છે. તેના પતિ સંબંધીના સંપંર્કમાં આવતા તેને કોરોનાનુ સંક્રમણ લાગ્યું હતું. આને કારણે, ઇશરતને સમાન્ય લક્ષણો આવ્યા હતા કોર્ટે આ મામલે તપાસ અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. તપાસ અધિકારીના અહેવાલ મુજબ ઇશરતને સામાન્ય ફ્લૂ હતો. તે પછી અદાલતે ઇશરત જહાંને આજે જેલના હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
ઇશરત જહાં પર UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 30 મેના રોજ કોર્ટે ઇશરતને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે ઇશરતને 10 જૂનથી 19 જૂન સુધીના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન ઇશરતના વકીલો તુષાર અનંત અને મનુ પ્રભાકરે કોર્ટને કહ્યું હતું કે, ઇશરતને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, FIR જોઈને સ્પષ્ટપણે દેખાઇ છે કે ઇશરત કોઈ હિંસામાં સામેલ ન હતી.