જમ્મુ-કાશ્મીર અને લદ્દાને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ પુનર્ગઠન અધિનિયમ અંતર્ગત 164 કેન્દ્રીય કાયદા લાગુ કરાયા છે. જેમાં સૌથી કડક દહેજ વિરોધી કાયદો છે. આ કાયદા અંતર્ગત આરોપીને 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
જમ્મુ કાશ્મીરમાં દહેજ વિરોધી કાયદો લાગુ
શ્રીનગરઃ પુનર્ગઠન અધિનિયમ અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં દહેજ વિરોધી કાયદો લાગુ કરાયો છે. જે અંતર્ગત દહેજ ઉત્પીડનના આરોપીને 5 વર્ષની સજા થવાની જોગવાઈ છે.
આ પહેલા રાજ્યમાં દહેજ વિરોધી કાયદામાં આરોપીને ફક્ત 1 વર્ષની સજાની જોગવાઈ હતી. તેમજ દહેજની રકમના રૂપે દંડ ભરવો પડતો. ગયા મહિને 31 ઑક્ટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ અહીં દહેજ માંગનારાઓ સામે નવા કાયદા મુજબ પગલા લેવામાં આવશે.
મહિલાઓ વિરૂદ્ધ અત્યાચારો પર અંકુશ લગાવવા માટેના આ કાયદાનું સામાજિક કાર્યકર્તાઓએ સ્વાગત કર્યુ છે. તેમનું માનવુ છે કે કાનૂનથી સમાજની ખોટી બદીઓ દૂર કરવી શક્ય બનશે. બીજીતરફ સ્થાનિત મહિલાઓએ પણ આ કાયદાનું સ્વાગત કરી તેને કડકાઈ પૂર્વક અમલ કરવાની માગ કરી છે.