ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદીની ભાજપના સંસદીયદળના નેતા તરીકે પસંદગી, તમામ સાંસદોએ કર્યુ સમર્થન

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ઐતિહાસિક જીત બાદ ભાજપે સરકારની રચના કરવાની તૈયારીઓ પર ભાર મુક્યો છે. દેશભરમાં ભગવો લહેરાવ્યા બાદ BJP એ પોતાના બધા સાંસદોને આજે દિલ્હીમાં યોજાનારી NDAની બેઠકમાં બોલાવ્યાં છે.

loksabha

By

Published : May 25, 2019, 5:21 PM IST

Updated : May 25, 2019, 7:40 PM IST

બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદિય દળના નેતા તરીકે ચૂંટવાનું નક્કી કરવામાં આવ્યું છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એલજેપીના રામ વિલાસ પાસવાન અને NDAના નેતાઓ સહિત અનેક નેતાઓ આજે દિલ્હી પહોંચ્યા છે.

લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની આગેવાની હેઠળ NDAએ 353 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસે 52 બેઠક હાંસલ કરી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં માયાવતી-અખિલેશ યાદવના ગઠબંધનને માત આપી 80 બેઠકોમાંથી 62 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તેમની પરંપરાગત ગણાતી એવી અમેઠી બેઠક પણ નથી બચાવી શક્યા. જો કે સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા છે.

ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસ દ્વારા CWCની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કોંગ્રેસની હારને લઇને મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી હતી.

Last Updated : May 25, 2019, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details