ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નક્સલવાદીઓએ મીનપ્પા એન્કાઉન્ટરનો વીડિયો જાહેર કર્યો

નક્સલવાદીઓએ 21 માર્ચે મીનપ્પા હુમલાનો વીડિયો જાહેર કર્યો છે. આ હુમલામાં 19 DRG જવાન શહીદ થયા હતા તે સમયનો આ વીડિયો હોવાનો નક્સલવાદીઓએ દાવો કર્યો હતો.

Naxalites
Naxalites

By

Published : May 26, 2020, 10:02 AM IST

છત્તીસગઢ: નક્સલવાદીઓએ સુકમા જિલ્લાના મીનપ્પા વિસ્તારના જંગલના એન્કાઉન્ટરનો વીડિયો જાહેર કર્યો છે. આ ઘર્ષણ 21 માર્ચેના રોજ થયું હતું. આ એન્કાઉન્ટરમાં DRGના 19 જવાન શહીદ થયા હતા. નક્સલવાદીઓ દાવો કરે છે કે, આ વીડિયો આ એન્કાઉન્ટરનો છે.

વીડિયોમાં નક્સલવાદીઓએ 11 AK-47, 2 INSAS રાઈફલ્સ, એક SLR LMG, 2 UBGL, 1550 તમામ પ્રકારના કારતૂસ અને સેનાની 6 UBGL સેલ પણ બતાવ્યા

નક્સલવાદીઓના આ વીડિયોમાં એન્કાઉન્ટર સ્થળે મોટી સંખ્યામાં નક્સલવાદીઓ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બોમ્બમારાનો અવાજ પણ સંભળી શકાય છે. મીનપ્પા એન્કાઉન્ટરના 15 દિવસ પછી માઓવાદીઓએ એક અખબારી યાદી રજૂઆત કરી અને સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 3 માઓવાદીઓનો ફોટો પ્રકાશિત કર્યો હતો. આ વીડિયોમાં નક્સલવાદીઓએ 11 AK-47, 2 INSAS રાઈફલ્સ, એક SLR LMG, 2 UBGL, 1550 તમામ પ્રકારના કારતૂસ અને સેનાની 6 UBGL સેલ પણ બતાવ્યા છે.

નક્સલવાદીઓએ દાવો કર્યો છે કે, એન્કાઉન્ટરમાં સેનાના જવાનો માર્યા ગયા બાદ લૂટેલા આ શસ્ત્રો છે. એન્કાઉન્ટર દરમિયાન નક્સલીઓએ 19 સેના જવાનોની હત્યા કરી હતી, જ્યારે 20 લોકોને ઈજા પહોંચાડી હતી.

ઉલ્લેખનીય છે કે, ચિંતાગુફા વિસ્તારના મીનપ્પા જંગલોમાં 21 માર્ચ 2020ના રોજ એન્કાઉન્ટરમાં DRG અને STFના 19 જવાનો શહીદ થયા હતા. નક્સલવાદીઓની કથિત સાઉથ ઝોનલ કમિટીએ વીડિયોમાં સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. વીડિયોમાં નક્સલીઓ મોટી સંખ્યામાં શસ્ત્રો સાથે જંગલમાં ફરતા જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details