આ ઘટના કુકડુ હટિયા ના તિરુલડીહની છે. આ વિસ્તારમાં એક બજારમાંમાં તપાસ અર્થે ગયેલા છોટાબાબૂ સહિત પાંચ પોલીસકર્મિઓ ઉપર નક્સલીઓએ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવારે બે બાઈક પર આવેલ પાંચ-છ લોકોએ ચપ્પુ અને હથિયારથી પોલીસને બંધક બનાવવાની સાથે જ તેમની પર ગોળીબાર કર્યો હતો. ત્યારપછી પોલીસકર્મીઓની બંદુક લઈને પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયા હતા. આ ઘટનાથી બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઝારખંડમાં નક્સલી હુમલો, 6 જવાન શહીદ - jharkhand
ન્યુઝ ડેસ્કઃ ઝારખંડ ફરી એકવાર નક્સલી હુમલો થયો છે. સરાયકેલામાં નક્સલવાદીઓએ 6 જવાનોની ગોળી મારી હત્યા કરી છે. જ્યારે બે જવાનો ઘાયલ થયા છે.
dh
બીજી બાજુ સુરક્ષાબળોએ ઘટનાના પગલે વળતો જવાબ આપવાનું શરુ કર્યુ છે. શહિદ થયેલા જવાનોમાં બે સબ ઈન્સપેક્ટર અને 3 જવાન હોવાનું પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યુ છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પછી નક્સલી ઘટનાઓ વધી ગઈ છે.