કોંગ્રેસ દ્વારા શનિવારના રોજ 27 ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી હતી. જેમાં તુકીનું નામ સૂચીમાં છે અને અરુણાચલ પ્રદેશના પૂર્વ પ્રધાન જેમ્સ લોવાંગચા વાંગલેટને અરુણાચલ પૂર્વીય મત વિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
અરુણાચલમાં રિજિજૂના વિરોધમાં ચૂંટણી લડશે નવામ તુકી
લોકસભા ચૂંટણીઃ અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીમાં અરુણાચલની પશ્ચીમ બેઠક પરથી ભાજપના નેતા તેમજ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરન રિજિજૂની વિરુધમાં પૂર્વ મુખ્યપ્રધાન નબામ તુકીને મેદાનમા ઉતારવાનો નિર્ણય કર્યો છે.
ફાઈલ ફોટો
રિજિજૂ અરુણાચલ પશ્ચિમ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે વરિષ્ઠ કોંગ્રેસી નેતા નિનેંગ ઈર્રિંગ અરુણાચલ પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે.
જ્યારે તુકી 2011થી 2016ની વચ્ચે અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, જ્યારે વાંગલેટમાં પહેલા ગૃહમાં, ફાઇનાન્સ અને નાગરિક પુરવઠા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે.