ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નરેન્દ્ર મોદી 'નમસ્તે ટ્રમ્પ' માટે અમદાવાદ જવા રવાના

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેવા નરેન્દ્ર મોદી અમદાવાદ જવા રવાના થયાં છે. જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે જ અમદાવાદ પહોંચી ગયા છે.

program
નમસ્તે ટ્રમ્પ

By

Published : Feb 24, 2020, 8:35 AM IST

Updated : Feb 24, 2020, 9:51 AM IST

નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની રાજધાની આવે છે, ત્યારે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેવા નરેન્દ્ર મોદી અમદાવાદ જવા રવાના થયાં છે. જ્યારે અમિત શાહ રવિવારના રોજ અમદાવાદ પહોંચી ગયા છે. ત્યાં પહોંચીને તેમણે ટ્રમ્પના સ્વાગત માટેની તૈયારીની સમીક્ષા કરી હતી.

નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમદાવાદમાં એક રોડ શો કરવાના છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસીય ભારત યાત્રા આજથી શરૂ થશે. તેમના સ્વાગત માટે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં આશરે એક કરોડ લોકો આવવાની શક્યતા છે.

આ કાર્યક્રમ બાદ ટ્રમ્પ તેમની પત્ની મિલેનિયા અને દિકરી ઇંવાકા સાથે સાબરમતીની મુલાકાત લેશે, ત્યારબાદ નવી દિલ્હી જશે, ત્યાં મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કરવામાં આવશે. તે ઉપરાંત ટ્રમ્પ પરિવાર આગ્રામાં આવેલ તાજમહેલની પણ મુલાકાત લેવાના છે.

Last Updated : Feb 24, 2020, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details