આજે વડાપ્રધાન મોદીએ પુનઃ સત્તામાં બિરાજ્યા બાદ પ્રથમવાર 'મન કી બાત' કાર્યક્રમનું સંબોધન કર્યું હતુ. તેમણે સંબોધનમાં જણાવ્યું હતુ કે, અગાઉ છેલ્લી વખતના કાર્યક્રમમાં તેઓએ ત્રણ-ચાર મહિના માટે કાર્યક્રમ બંધ રાખવાનો ઉલ્લેખ કર્યો હતો, તો સાથે ફરીથી 'મન કી બાત' કાર્યક્રમમાં વાતચીત કરીશું તેમ વિશ્વાસપૂર્વક કહ્યું હતુ.
તેમણે કહ્યું કે તેમનો આ કાર્યક્રમ લાંબા સમય પછી થઈ રહ્યો છે અને આપની સાથે લાંબા સમય બાદ વાતચીત કરવા મળી છે. . આ વિશ્વાસનું કારણ સામાન્ય જનતા છે.. હું આવ્યો નથી , તમે મને લાવ્યા છો.
'મન કી બાત' કાર્યક્રમ પર વડાપ્રધાનનું ટ્વીટ વડાપ્રધાને 'મન કી બાત' માં સ્વચ્છતા, જળ સંચયન, અને યોગ સહિતના મુદ્દાઓ પર વાતચીત કરી. તેમજ પ્રજા સમક્ષ પાણી બચાવવા માટે ત્રણ અપીલ પણ કરી.
લાંબા સમય બાદ આપની વચ્ચે 'મન કી બાત', જન જન કી બાત, જન-મન કી બાતનો કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે. ચૂંટણીની ભાગદોડમાં વ્યસ્તતા હતી, પરંતુ 'મન કી બાત' ની મજા ગુમ થઈ ગઈ હતી. ખોટ મહેસૂસ કરતો હતો. 130 કરોડ દેશવાસીઓના પરિવારજન તરીકે વાત કરુ છુ.
તેમણે કહ્યું કે, લોકોએ મને સંદેશ મોકલી જણાવ્યું કે તેઓ 'મન કી બાત' કાર્યક્રમને યાદ કરે છે. જ્યારે તે સાંભળુ છું તો સારૂ લાગે છે. પોતાનાપણું મહેસુસ કરું છુ.
વધુમાં તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં 61 કરોડ કરતા વધુ લોકોએ મતદાન કર્યું છે. આ સંખ્યા આપણને સામાન્ય લાગી શકે છે. પરંતુ દુનિયાની સરખામણીએ ફક્ત ચીનને બાદ કરતા ભારતમાં સૌથી વધુ મતદાન થયું છે. 2019ની ચૂંટણી ભારતીય લોકતંત્રના ઈતિહાસની સૌથી મોટી ચૂંટણી હતી.
યોગ દિવસ પર વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, યોગ ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ વડાપ્રધાન એવોર્ડની જાહેરાત સંતોષની વાત હતી. આ પુરસ્કાર દુનિયાભરના કેટલાય સંસ્થાનોને આપવામાં આવ્યા છે. જાપાન યોગ નિકેતન, ઈટલીની એન્ટોનીટા રોઝી, બિહાર યોગ વિદ્યાલય સહિતની અનેક સંસ્થાઓને આપવામાં આવ્યા છે.
આપણી આ યાત્રાની આજે શરૂઆત થઈ રહી છે. નવા ભાવ, નવો અહેસાસ, નવા સંકલ્પ, નવું સામર્થ્ય, પરંતુ હું તમારા સૂચનોની રાહ જોઈશ. તમારા વિચારો સાથે જોડાવવું એ મારી માટે મહત્વપૂર્ણ યાત્રા છે. 'મન કી બાત' તો નિમિત છે. બાકી મળતા રહીશું, વાતચીત કરતા રહીશુ. તમારા ભાવને સાંભળતો રહુ, સમજતો રહુ, ક્યારેક એ ભાવોમાં જીવવાનો પ્રયત્ન કરતો રહુ.
વડાપ્રધાને પાણી બચાવવા પર ભાર મૂક્યો.
- પાણી બચાવવું સૌથી મોટો પડકાર
- પાણી બચાવવાને જન આંદોલન બનાવો
- પંયાયત કક્ષાએ પાણી બચાવવાના પ્રયત્ન કરો
- પાણીનું મહત્વ માટે જળ શક્તિ મંત્રાલયનું નિર્માણ
- વરસાદનું 8 ટકા પાણી જ બચાવી શકાય છે, જેનો મહત્તમ સંગ્રહ કરવા જન આંદોલન
- સ્વછતાને જન આંદોલન બનાવ્યું તેમ પાણીના બચાવ માટે જન આંદોલન ઉભું કરી સમસ્યાનું સમાધાન લાવીએ
- પાણી પરમેશ્વરનો પ્રસાદ, પારસનું રૂપ છે. પાણી પારસ છે.
- પાણી સાથે જોડાયેલી સમસ્યાઓ રજૂ કરતા રહો
- ફિલ્મ જગત, ખેલજગત, મીડિયાજગત સહિતના વિવિધ ક્ષેત્રોના લોકો પણ આ ઝુંબેશમાં જોડાઈ જાવ
વડાપ્રધાન G-20 સંમ્મેલનમાં ભાગ લીધા બાદ શનિવારે દેશમાં પરત ફર્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએ સરકારના પુનઃ ગઠન બાદ વડાપ્રધાને પોતાના બીજા કાર્યકાળની શરૂઆત કરી દીધી છે. આ બીજા કાર્યકાળમાં તેઓ પોતાનો પ્રથમ 'મન કી બાત' કાર્યક્રમ રવિવારે સવારે 11 વાગ્યે કરશે. પોતાના પ્રથમ કાર્યકાળમાં તેમણે 53 વાર આ માસિક કાર્યક્રમ સંબોધિત કર્યા છે.
'મન કી બાત' કાર્યક્રમ પર વડાપ્રધાનનું ટ્વીટ
ટ્વીટમાં વડાપ્રધાને લખ્યું, 'સકારાત્મકતાની શક્તિ અને 130 કરોડ ભારતીયોની તાકાતનો જશ્ન મનાવવા માટે ચાર મહિના બાદ ફરી 'મન કી બાત' કાર્યક્રમ પાછો આવી રહ્યો છે. રવિવારે 11 વાગ્યે સાંભળો.'
અંતિમ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મજબૂત લોકશાહીની પરંપરા માટે 'મન કી બાત' કાર્યક્રમને થોડા સમય માટે બંધ કર્યો હતો. વડાપ્રધાને ટ્વીટ કરી આજે પોતાના કાર્યક્રમની જાહેરાત કરી છે.