મુંબઈ: વૈશ્વિક રોગચાળાના કોરોના વાઈરસથી આખી દુનિયા છવાઈ ગઈ છે. ભારતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારે સામાજિક અંતર જાળવવાની 14 એપ્રિલ સુધીમાં દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા પીએમ મોદીએ દરેકને આર્થિક મદદની અપીલ કરી. આવી સ્થિતિમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પોતાનું યોગદાન આપ્યું છે. પીએમ-સીએમ કેર ફંડમાં પૈસા દાનમાં આપ્યા છે. બોલિવૂડ સ્ટાર્સના દાનથી ખુશ પીએમ મોદીએ ટ્વીટ કરીને દરેકની પ્રશંસા કરી છે.
PM કેર ફંડમાં દાન આપવા બદલ બોલીવૂડ સ્ટાર્સનો PM મોદીએ આભાર માન્યો - કોરોના વાઈરસ
બોલીવૂડના ઘણા સ્ટાર્સે કોરોના વાઈરસ સામેની લડતમાં PM કેર ફંડમાં ફાળો આપ્યો છે. PM નરેન્દ્ર મોદી ટ્વિટર પર આ બોલિવૂડ સ્ટાર્સેનો આભાર માની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અજય દેવગન, નાના પાટેકર શિલ્પા શેટ્ટી, કાર્તિક આર્યન, રેપર બાદશાહ, રણવીર શૌરી અને ગુરૂ રંધાવાને ટેગ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, પીએમ કેરમાં તમામ ક્ષેત્રના લોકોએ ફાળો આપ્યો છે. આ લોકો તેમની મહેનતની રકમ કોવિડ-19 સામે લડવા માટે આપી રહ્યા છે. હું બાદશાહ, રણવીર અને ગુરૂ રંધાવાનો આભાર માનું છું. આ કોરોના વાઈરસ સામે યુદ્ધ જીતવામાં મદદ કરશે. એક બીજા ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, દેશને તંદુરસ્ત રાખવા દેશના સ્ટાર્સ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, તેઓ પીએમ કેર ફંડમાં પણ ફાળો આપી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં અજય દેવગન, નાના પાટેકર, શિલ્પા શેટ્ટી, કાર્તિક આર્યનને ટેગ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે 25 કરોડ આપવાની જાહેરાત કરી છે. અભિનેતા રણદીપ હૂડા 1 કરોડ, કાર્તિક આર્યન 1 કરોડ, વિકી કૌશલ 1 કરોડ, વરૂણ ધવન 55 લાખ, હૃતિક રોશન 20 લાખ, કપિલ શર્મા 50 લાખ, શિલ્પા શેટ્ટી 21 લાખ, અનુષ્કા શર્મા 3 કરોડ, તમિલ અભિનેતા પ્રભાસ 4 કરોડ, ગુરૂ રંધા 20 લાખ, નાના પાટેકર અને લતા મંગેશકરે 25 લાખ, મનિષ પૌલે 20 લાખ, અર્જુન બિજલાનીએ 5 લાખ અને બાદશાહે 25 લાખનું દાન આપ્યું છે. આ યાદીમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, કરીના કપૂર, સૈફ અલી ખાન, સારા અલી ખાન અને કૃતિ સેનનનાં નામ પણ સામેલ છે.