ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હ્યુસ્ટનમાં વડાપ્રઘાન મોદી માટે શેફ કિરણ વર્માએ બનાવી 'નમો થાળી'

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી 7 દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આજે વડાપ્રધાન મોદી 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં 50 હજાર લોકો હાજર રહેશે. હાઉડી મોદી સિવાય વડાપ્રધાન મોદીના ભોજન માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હ્યુસ્ટનની રહેવાસી શેફ કિરણ વર્માએ વડાપ્રધાન માટે 'નમો થાળી' તૈયાર કરી છે.

modi

By

Published : Sep 22, 2019, 5:42 PM IST

એન.આર.જી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ બાદ મોદી આ સ્પેશિયલ થાળીની મજા માણશે. કેન્દ્રીય પ્રઘાન ધમેન્દ્ર પ્રઘાને પોતાના ટ્વીટર પર નમો થાળીની જાણકારી આપી છે. પ્રધાને લખ્યું કે, જમવાનું બનાવવાની કળા પણ મોદીના ખાસ પ્રશંસક બનાવવાથી ન બચી શક્યાં.

ધર્મેન્દ્ર પ્રધાનનું ટ્વીટ

ધમેન્દ્ર પ્રધાને લખ્યું કે, હ્યુસ્ટનમાં એક ભારતીય શેફ કિરણ વર્મા ઓડિશામાં જન્મી છે. જેઓએ વડાપ્રધાન મોદી માટે સ્પેશિયલ નમો થાળી બનાવી છે.

ભાજપ સાંસદ રાજ્યવર્ધન સિંહે રાઠોડે પણ નમો થાળીનો ઉલ્લેખ કર્યો છે. રાજ્યવર્ઘને લખ્યું કે, હ્યુસ્ટનમાં શેફ કિરણ વર્માએ વડાપ્રઘાન માટે ખાસ નમો થાળી બનાવી છે.

શેફ કિરણ વર્માને ભારતીય ભોજનની દાદી તરીકે ગણવામાં આવે છે. શેફ કિરણ વર્મા પોતાની રેસ્ટોરન્ટમાં વિશ્વ સ્તરીય ભારતીય ભોજન બનાવે છે. કિરણ વર્માને ભારતીય પોશાક અને ભારતીય ભોજન પ્રત્યે ખુબ જ પ્રેમ છે.

ABOUT THE AUTHOR

...view details