ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક નવા ઓણમથી ગાંધીજીની શૈક્ષણિક ભાવનાનું સ્મરણ! - તમામ શિક્ષક પાખંડી

ન્યૂઝ ડેસ્કઃ બાળકને જ્યારે શાળાએ લઈ જવામાં આવે છે, ત્યારે તેના મગજમાં સૌથી પહેલા એ વિચાર આવે છે કે, તેના પિતા એક મૂર્ખ માણસ છે. બીજી વાત એ કે, તેના દાદા પાગલ છે. ત્રીજી વાત એ કે, તેના તમામ શિક્ષક પાખંડી છે. ચોથી વાત એ કે, તેના તમામ ધાર્મિક ગ્રંથ ખોખલા (જુઠ્ઠાણા) છે. આ વાત આજે પણ એટલી અલગ નથી કે, એક બાળક સભ્યતાથી પોતાની જાતને દાદાના દાદા બની ગયા હોય તેવો આભાસ ઊભો થાય છે. જે આત્મ-ધૃણાનો શિકાર હોય છે. વાંચો ગાંધીના શૈક્ષણિક વિચારો પર એમ.નાગેશ્વર રાવના વિચાર...

nageshwar rao on gandhi

By

Published : Nov 11, 2019, 2:36 PM IST

ભારતનું કેન્દ્રીય રિઝર્વ પોલસ દળ દુનિયાનું સૌથી મોટુ પોલીસ ફોર્સ છે. આ એક શાનદાર સશસ્ત્ર પોલીસ ફોર્સ છે, જેના પર સમગ્ર દેશને ગૌરવ છે. વર્ષ 2005માં આ મહાન ફોર્સમાં સામેલ થયા બાદ જ્યારે મેં તમામ ઔપચારિક સાઈનબોર્ડ પર સૂત્રો લખેલા જોયા, "સીઆરપીએફ હંમેશા અજેય, ભારત માતા કી જય" ત્યારે મને ઘણી ખુશી થઈ.

સંવિધાનના અનુચ્છેદ 351 ભારતના સંઘને આવા કહેતા હિન્દી ભાષાને વિકસીત કરવાનો નિર્દેશ કરે છે. જેના શબ્દાવલી માટે મુખ્ય રીતે સંસ્કૃતમાંથી લેવામાં આવી છે. આ નવું નથી, કારણ કે સંસ્કૃત હંમેશાથી ભારતીય ભાષાઓ માટે શબ્દાવલીનો પ્રાથમિક સ્ત્રોત રહ્યો છે. જેમ કે, યુરોપીય ભાષાઓ માટે લેટીન. પણ જ્યારે સંસ્કૃતને સાર્વજનિક ભાષા તરીકે ભણાવામાં ન આવી અને શિખવવામાં ન આવી, ત્યારે સંવિધાનના આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવું અઘરુ સાબિત થયું.

આપણા પૂર્વજોએ આક્રમણ, સંઘર્ષ, યુદ્ધ અને વણકહ્યા અસ્તિત્વ સંબંધી સંકટો વચ્ચે આપણી સભ્યતાના જ્ઞાન, ગ્રંથો અને લોકાચારને ભારતીયતા પ્રતિ તેમના સતત લગાવના માધ્યમથી જીવંત રાખ્યા છે. જો કે, વિતેલા સદીના અરસામાં આપણી સામૂહિક શિક્ષણનીતિ, મૈકાલેઈઝ્મના માધ્યમથી માહિતીના વિસ્ફોટ વચ્ચે પ્રેરિત અજ્ઞાનના વિસ્ફોટની સાક્ષી આપે છે.

'મૈકોલેવાદ' પરંપરાગત અને પ્રાચિન ભારતીય શિક્ષણ, સ્વદેશી સંસ્કૃતિ અને વ્યવસાયિક પદ્ધતિ અને વિજ્ઞાનને શિક્ષણના માધ્યમથી ખતમ કરી ભારતીય મગજમાં બાહ્ય પ્રહાર કરે છે. આપણી સામૂહિક અવિદ્યા એક પદ્ધતિના રુપમાં અને એક ઉદ્દશ્યના રુપમાં આ પ્રકારે કૃત્રિમ રુપથી નિર્મિત થાય છે. સળંગ અને પ્રસારિત પણ છે, જેથી પ્રત્યક્ષ કારણવશ આપણને ઉખાડી ફેંકી શકે અને આ ત્રાસદી મને ઘણી વિચલીત કરે છે.

આપણે હંમેશાથી જ્ઞાન આધારિત સભ્ય રહ્યા છીએ. અનેકો સદીઓ સુધી આપણે અલગ અલગ વિષયો પર મુખ્ય રુપથી સંસ્કૃતમાં જ્ઞાન અને સાહિત્યનો વિશાળ ભંડાર રહ્યા છીએ. આપણો ઋગ્વેદ દુનિયાનો સૌથી મોટો જ્ઞાનનો ભંડાર છે. આપણી મહાભારત દુનિયાની અત્યાર સુધીની સૌથી લાંબી કવિતા છે.તેની પ્રાચિનતાથી પણ અનેક ગણી વધુ આપણા જૂના ગ્રંથોની પહોંળાઈ, ઊંડાઈ અને તેમા સમાયેલા ઉચ્ચ જ્ઞાન હયાત છે. એટલા માટે નવાઈ લાગે તેવી વાત છે કે, પ્રાચિન ગ્રંથ-વેદ, ઉપનિષદ, મહાભારત, રામાયણ, અર્થશાસ્ત્ર,પંચતંત્ર જેવા ગ્રંથોને આપણી શિક્ષણ વ્યવસ્થાનો ભાગ બનાવીને ભણાવતા નથી. કોઈ પણ વ્યક્તિને આવા અમૂલ્ય ખજાના પર ગર્વ હોય શકે છે. કોઈ પણ અન્ય સભ્ય દેશમાં આ વાત રાષ્ટ્રીય શરમ નહી, પણ સભ્યાગ્રસ્ત રાજદ્રોહ માનવામાં આવે. અહીં આવું કહેવામાં હું વ્યાકુળતા અનુભવું છું કે, આવું કરવામાં આપણે ગર્વ અનુભવીએ છીએ.

શિક્ષણ સંવિધાનમાં નવા અનુચ્છે 21 એ સમાવિષ્ટની સાથે એક મૌલિક અધિકાર (આરટીઈ) બની ગઈ. જેમ કે, આરટીઈ પોતાના ઉદ્દેશ્યમાં આદેશ અને સામગ્રી વિશે અજાણ છે. મૈકોલેવાદે તેનું વેક્ટોરિકરણ કરીને તેની ખાલી જગ્યાને ભરી દીધી. એટલા માટે આવુ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે, આપણી ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા આપણા અપમાનનું પર્યાય બની ગયું છે. સર્વવ્યાપી અંગ્રેજી માધ્યમની શાળાઓ અને શિક્ષણની સાથે આપણી માતૃભાષામાં નિરક્ષરતા આપણી અધોગતિનું કારણ બની રહ્યું છે.

એક સદી પહેલા પણ સ્વામી વિવેકાનંદે મિશનરી શિક્ષણ વિશે ટિપ્પણી કરી હતી કે, બાળકને જ્યારે શાળાએ લઈ જવામાં આવે છે, ત્યારે તેના મગજમાં સૌથી પહેલા એ વિચાર આવે છે કે, તેના પિતા એક મૂર્ખ માણસ છે. બીજી વાત એ કે, તેના દાદા પાગલ છે. ત્રીજી વાત એ કે, તેના તમામ શિક્ષક પાખંડી છે. ચોથી વાત એ કે, તેના તમામ ધાર્મિક ગ્રંથ ખોખલા (જુઠ્ઠાણા) છે. આ વાત આજે પણ એટલી અલગ નથી કે, એક બાળક સભ્યતાથી પોતાની જાતને દાદાના દાદા બની ગયા હોય તેવો આભાસ ઊભો થાય છે. જે આત્મ-ધૃણાનો શિકાર હોય છે.

પ્રખ્યાત આનંદ કે કોમારસ્વામીના વસાહતી શિક્ષણના ખતરા વિશે બહું પહેલા સતર્ક કરી દીધા હતા. અંગ્રેજી શિક્ષણ પ્રાપ્તિ એક જ પેઢીની પરંપરાના તારને તોડવા અને તમામ જડને નષ્ટ કરીને વ્યક્તિને અવર્ણીય અને ટૂંકા વિચાર વાળા બનાવવા માટે પર્યાપ્ત છે. એક રીતે જોઈએ તો, બૌદ્ધિક સમાજ જે ન તો પશ્ચિમનો છે અને પૂર્વ સાથે કોઈ નાતો છે. ભારત માટે સૌથી મોટો ખતરો એ છે કે, તેની આધ્યાત્મિક અખંડતાને ખોઈ રહ્યું છે. ભારતની તમામ સમસ્યાઓમાં શિક્ષણ સૌથી જટિલ અને સૌથી દુખદ છે.

20 ઓક્ટોબર, 1931ના રોજ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, મારા આંકડાઓને સફળતાપૂર્વક પડકાર આપવાના ડર વગર હું એ કહેવા માગું છું કે, આજે ભારત પચાસ અથવા સો વર્ષ પહેલાની સરખામણીએ વધુ નિરક્ષર છે. અને બર્મા પણ, કારણ કે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે દરેક વસ્તુને જેમની તેમ સ્વિકારવાને બદલે તેને જળમૂડમાંથી ઉખાડવાનું શરુ કર્યું. તેમણે માટી ખોદીને મૂળિયા શોધવાનું શરુ કર્યું, અને મૂળિયાને તેમ જ છોડી દીધા અને એક સુંદર ઝાડને ખતમ કરી નાખ્યું. ગાંધીજીની આ ટિપ્પણીઓને આદરણીય ધર્મપાલને વ્યાપક શોધ કરવા અને અંગ્રેજોના આવતા પહેલા ભારતીય શિક્ષણ પર 'ધ બ્યૂટિફુલ ટ્રી' પ્રકાશિત કરવા માટે પ્રેરણા આપી.

સંવિધાન સભામાં ડોકીયુ કરતા ભાષા નીતિ પર થયેલી ચર્ચા આ વાતને સમજવામાં મદદ કરી શકે છે કે, આપણે આ પ્રકારના ભાષાકીય ભમ્મરમાં કેમ અને કેવી રીતે ફસાતા ગયા. પંડીત લક્ષ્મી કાન્તા મૈત્રાએ શાનદાર રીતે સંસ્કૃતને ઔપચારિક ભાષા તરીકે વ્યક્ત કર્યું છે...તું ભવ્યતાના તમામ અર્થોમાં મૃત થઈ ગઈ છો, તું એ તમામ માટે મૃતપ્રાય બની છો, તે તારી સંસ્કૃતિ અને સભ્યતામાં કુલીન અને મહાન છે. આપણે પછડાયાની પાછળ દોડતા રહ્યા પણ એ વાતને સમજવાનો પ્રયત્ન ન કર્યો જે આપણા સાહિત્યમાં સંમોહિત છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિ સંસ્કૃતથી દૂર ન રહી શકે. અહીં સુધી કે, હિન્દીએ આ દેશમાં રાજ્યભાષા બનાવવાના તમારા પ્રસ્તાવમાં, તમે સ્વયં જ આ લેખમાં ઉલ્લેખ કરો છો કે, આ ભાષાને સંસ્કૃત ભાષાથી સ્વતંત્ર રુપથી અલગ શબ્દાવલી તૈયાર કરવી જોઈએ. આપણે સંસ્કૃતને અપ્રત્યક્ષ માન્યતા આપી છે, અન્યથા અસહાય અને અશક્ત છીએ.

ડૉ. આંબેડકરે જે સભ્ય વ્યક્તિ તરીકે કામ કર્યું છે. તેમણે અનુભવ્યું હતું કે, સમૃદ્ધ અને સાધન સંપન્ન સંસ્કૃત જ આપણી સભ્યતાના પુનર્જાગૃત માટેનો સૌથી સારો માર્ગ છે. તેમનો યોગ્ય રીતે જાણતા હતા કે, અન્ય કોઈ પણ ભાષામાં આટલી વ્યાપક બહુમુખી પ્રતિભા નથી, જેટલી કે સંસ્કૃતમાં વિજ્ઞાન, કલા, કાયદો અને શાસનના માધ્યમના રુપમાં યોગ્ય બનાવવા માટે છે. તેમણે સંભવત: અંગ્રેજીને સંવૈધાનિક ઉપ આશ્રયના માધ્યમથી હંમેશા માટે બનાવી રાખવાની યોજનામાં ભાગ રુપે જોયું છે.એટલા માટે સંવિધાન સભામાં તેમણે સંસ્કૃતને ઔપચારિક ભાષા તરીકે રજૂ કરી હતી. બાદમાં તેને પાછું લેવામાં આવ્યું, પણ વિરોધ મુજબ. તેમની આશંકા બાદમાં સભ્યતાના પુનરુત્થાનને રોકવા માટે સાર્વજનિક શિક્ષણમાંથી સંસ્કૃતને ગાયબ કરવાની અઘોષિત સાર્વજનિક નીતિ સાથે જ સાચી સાબિત થઈ.

આંબેડકર સાચા સાબિત થયા, સંસ્કૃત, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ માતૃ-પોષણ વગર, ભાષાકીય રુપ વગર કુપોષિત અનાથ બની ગઈ છે. આપણે સદીઓ જૂની સંસ્કૃતને ખોઈ દીધી છે. આપણી પ્રાચિન સભ્યતાનો આધાર-લગભગ અડધી સદીમાં, જ્યારે ઈઝરાયલે આટલા સમય દરમિયાન લાંબા સમય સુધી મૃત હિબ્રુને પુનર્જીવિત કરી. કેવો વિરોધભાસ છે ! અને હિન્દી સંસ્કૃતથી અલગ થઈને પોતાની શક્તિ ખોઈ દીધી, જેથી વધતી જરુરિયાતોને આધારે વ્યવસ્થિ રીતે તાલમેલ બેસાડી શકે અને તે ઔપચારિક રીતે ઔપચારિક ભાષા બની રહી છે. અહીં સુધી કે, અનઔપચારિક અંગ્રેજીએ પણ પોતાનું વજૂદ બચાવી રાખ્યું છે.

ઓણમ, પુણ્ય રાજા મહાબલીની વાર્ષિક યાત્રાને મનાવવા માટે એક લોકપ્રિય તહેવાર છે, જે પોતાની પ્રજાના ભલા માટે જાણીને પોતે સંતોષ માની લેતા હતા. આવી જ રીતે ગાંધીજીની 150મી જયંતિ વર્ષ શરુઆત કરતા, આપણે આપણા શૈક્ષણિક કલ્યાણનું પારખું કરવા માટે વર્ષમાં એક નવું ઓણમ શરુ કરવું જોઈએ. જેથી આપણા શિક્ષણના પારખા લેવા માટે આપણે ગાંધીજીની આત્માના આહ્વાન કરી શકીએ, જેથી આપણી શિક્ષણ પ્રણાલીમાં ફેલાયેલી અવિદ્યા, સભ્યતાનું ઉન્મૂલન અને માતૃભાષાની અશિક્ષા, મહાત્માના સંદર્ભમાં આશારુપ સાબિત થઈ શકે.

જતાં-જતાં: હું અંગ્રેજીમાં લખવા માટે શરમ અનુભવું છું, પણ જ્યારે મજબૂત તથ્ય હોય તો, તેને રજૂ કરવા માટે બીજો કોઈ વિકલ્પ પણ નથી હોતો.

( એમ. નાગેશ્વર રાવ- લેખક એક વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે અને આ વિચારો તેમના વ્યક્તિગત છે.)

ABOUT THE AUTHOR

...view details