આ ઉપરાંત અન્ય 13 બાળકોને પણ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બિહારમાં ઈંસેફિલાઈટિસ સિંડ્રોમનો કહેર, અત્યાર સુધીમાં 25 બાળકોના મોત - died
ન્યૂઝ ડેસ્ક: બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાસ પ્રકારના તાવને કારણે અત્યાર સુધીમાં લગભગ 25 જેટલા બાળકોના મોત થઈ ગયા છે.શનિવારે આ તાવને કારણ વઘુ 4 બાળકોના મોત થઈ ગયા છે.
file
14 બાળકો આઈસીયુમાં ભરતી છે
હાલ 14 બાળકો પીઆઈસીયુમાં ભરતી કરેલા છે. હોસ્પિટલમાં તંત્રના જણાવ્યા અનુસાર આ વાતાવરણમાં અત્યાર સુધીમાં કુલ મળીને 39 બાળકોને ભરતી કરવામાં આવ્યા છે જેમાં આ હોસ્પિટલમાં જ 13 બાળકોના મોત થઈ ગયા છે.સ્વાસ્થ્ય વિભાગે કુલ 25 બાળકોના મોતની ખાત્રી કરી છે.