ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા કેસમાં SCના નિર્ણય પર શાંતિ જાળવવા મૌલાનાએ કરી અપીલ

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ અયોધ્યા કેસના નિર્યણની અસર સીધી ધાર્મિકતા પર થતી જોવા મળે છે. એટલે નિર્ણની ભાવિ અસરોને ધ્યાનમાં રાખી ધાર્મિક ગુરૂઓ દ્વારા શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે.

અયોધ્યા કેસમાં SCના નિર્ણય પર શાંતિ જાળવવા મૌલાનાએ કરી અપીલ

By

Published : Nov 9, 2019, 9:43 AM IST

આજે અયોધ્યાના નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે. કારણ કે, આ કેસ સાથે લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી છે. જેથી દેશમાં કોઈ કોમી ધાંધલ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓ અને મૌલાના સૌને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યાં છે.

નોઈડા અને ગ્રેટર નોઈડાના મસ્જિદમાં પાંચ વખતની નમાઝ બાદ મૌલાના દ્વારા SCના નિર્ણય પર શાંતિ જાળવવાની અપીલ કરાઈ છે. જુમ્મેની નમાઝ બાદ સ્થાનિકો સાથે ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે સુપ્રિમ કોર્ટના નિર્ણયને જ આખરી ગણાવી તેનો સ્વીકાર કરવા જણાવ્યું હતું.

જિલ્લાની શાળાઓ 11 નવેમ્બર સુધી રહેશે બંધ
ડી.એમ ગૌતમબુદ્ધ નગર બૃજેશ નારાયણ સિંહે જણાવ્યું હતું કે, અદાલતના નિર્ણય બાદ કોમી હિંસા ન થાય તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા અગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લાની તમામ સ્કુલો, કૉલેજો અને પ્રશિક્ષણ કેન્દ્રોને 11 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ કરાયો છે. તેમજ SCના નિર્ણયના પર સૌને શાંતિ જાળવાની અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details