લખનઉઃ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના નેતા મુરલી મનોહર જોશીનું નિવેદન લેવામાં આવશે. મુરલી મનોહર જોશી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાનુ નિવેદન આપશે.મુરલી મનોહરના નિવેદનને CBI (Central Bureau of Investigation)ની વિશેષ અદાલતમાં નોંધવામાં આવશે. સીઆરપીસીની કલમ 313 હેઠળ મુરલી મનોહર જોશી પોતાનું નિવેદન જજ સામે રજૂ કરશે.
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે આજે BJP નેતા મુરલી મનોહર જોશી આપશે નિવેદન - મુરલી મનોહર જોશી
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના નેતા મુરલી મનોહર જોશીનું નિવેદન લેવામાં આવશે. મુરલી મનોહર જોશી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાનુ નિવેદન આપશે.
જયારે શુક્રવારે લાલકૃષ્ણ અડવાણી વીડિયો કોન્ફરન્સિંગથી CBIની વિશેષ અદાલતમાં પોતાનું નિવેદન આપશે. CBIની વિશેષ અદાલતના જજ એસ કે યાદવ આ મામલે બંને નેતાઓના નિવેદન નોંધશે. બાબરી વિધ્વંસ મામલે અત્યાર સુધીમાં 32 આરોપીઓના નિવેદન લેવામાં આવ્યાં છે.આ મામલે ઉત્તરપ્રદેશના તત્કાલિન મુખ્યપ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર વિશેષ અદાલત દરરોજ આ મામલે સુનાવણી કરે છે. 31 ઓગસ્ટ સુધી આ મામલે સુનાવણી પુરી કરવાનો આદેશ છે.
- 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી
- બાબરી મસ્જિદનું નિર્માણ 1528માં મોઘલ બાદશાહ બાબરના કમાન્ડર મીર બાકી દ્વારા કરાયું
અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992 ના રોજ કાર સેવકો દ્વારા બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણસિંહ વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે.