મુંબઈ: નાગરિક સંચાલિત બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ(BEST)એ શુક્રવારે જણાવ્યું હતું કે, જો કોઈ કર્મચારી ફરજ પર હોય ત્યારે કોરોના વાઈરસના ચેપને કારણે મૃત્યુ પામશે, તો તેના પરિવારના સભ્યને ભરતી કરવામાં આવશે. મૃતકના સગાની શૈક્ષણિક લાયકાતના આધારે તેમને વર્ગ II અથવા IVમાં નિમણૂક કરવામાં આવશે.
કોવિડ-19ના ચેપને કારણે મૃત્યુ પામશે, તો BEST આપશે તેના પરિવારના સભ્યને નોકરી
BESTમાં જો કોઈ કર્મચારી ફરજ પર હોય ત્યારે કોરોના વાઈરસના ચેપને કારણે મૃત્યુ પામે તો તેના પરિવારના સભ્યને નોકરી આપવામાં આવશે. 64 BEST કર્મચારીઓનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે.
કોવિડ
આ બાબતે BESTના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એક મૃત કર્મચારીની પત્ની અથવા પુત્ર અથવા અપરિણીત પુત્રીને રોજગાર આપવામાં આવશે. જો મૃત્યુ પામનારી વ્યક્તિ કુંવારો છે, તો નોકરી તેના ભાઈ અથવા અપરિણીત બહેનને નોકરી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 64 બેસ્ટ કર્મચારીઓને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. જ્યારે કોરોના વાઈરસના કારણે 4 લોકોના મોત નિપજ્યા છેે.
Last Updated : May 9, 2020, 9:29 AM IST