25 વર્ષ બાદ માયા-મુલાયમ એક મંચ પર, માયાવતીએ મુલાયમ સિંહને પછાતના અસલી નેતા ગણાવ્યા - congress
ન્યૂઝ ડેસ્ક: વર્ષો બાદ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી આજે એક મંચ પર જોવા મળશે. કોઈએ પણ આવી કલ્પના નહોતી કરી. સપા અને બસપા વચ્ચે વચ્ચે 1994-95થી સંબંધો ખરાબ ચાલી રહ્યા છે.માયાવતીએ મુલાયમ સિંહ માટે મત માંગતા કહ્યું કે, મુલાયમ સિંહ પછાતના અસલી નેતા છે, મોદી નકલી નેતા છે.
file
હકીકતમાં જોઈએ તો ઉત્તરપ્રદેશની હાલની રાજનીતિએ આ બંને નેતાઓને એક મંચ પર લાવી દીધા છે. બંને નેતાઓએ માની લીધું છે કે, જો સાથે મળી લડાઈ નહીં લડીએ તો બંનેને નુકશાન થવાનું છે. જેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે.
- મુલાયમ સિંહનું સંબોધન-
- માયાવતી આવ્યા છે તેમનું અમે સ્વાગત કરીએ છે.
- જ્યારે પણ સમય આવ્યો ત્યારે અમારો સાથ આપ્યો છે.
- માયાવતીનું ખૂબ સન્માન કરીએ છીએ.
- અમને ખુશી છે કે, અમારા સમર્થન માટે તેઓ આવ્યા છે.
- માયાવતીનું સંબોધન
- મોદીની જેમ નકલી પછાત નેતા નથી, મુલાયમ સિંહ જન્મથી અસલી પછાત નેતા છે.
- આ ચૂંટણીમાં અસલી નકલીની ઓળખ કરવી જરૂર છે.
- મોદી જેવા નકલી નેતાનો વિશ્વાસ કરવો નહીં.
- મોદીજી પછાતના હક ખતમ કરી નાખે છે.
- ભાજપ ગમે તેવું જોર લગાવે તેમની ચોકીદારી કામમાં આવવાની નથી.
- ભાજપે ખેડૂત, આદિવાસી તથા મુસ્લિમો સાથે અચ્છે દિનનું વચન આપ્યું હતું જે પૂરૂ કર્યું નથી.
- મોદીજીએ સત્તા મેળવવા માટે પોતાની જાતીને પછાત કરી નાખી.
- ભાજપ કોંગ્રેસના વાયદાઓમાં જનતાએ આવવું નહીં
- કોંગ્રેસ ગરીબો માટે જે વચન આપી રહી છે તેમાં આવવું નહીં.
- સપા-બસપા સરકાર આવશે તો બેરોજગારોને નોકરી આપશે.
- મુલાયમ સિંહની ચળવળ અખિલેશ નિષ્ઠાથી આગળ વધારી રહ્યા છે.
-