ગુજરાત

gujarat

ETV Bharat / bharat

"મમતા કેવી સાડી પહેરશે, ચોટી કેવી બાંધશે તે PK નક્કી કરશે” - bangal

નવી દિલ્હીઃ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં 2021માં આવનાર વિધાનસભા ચૂંટણીને લઇને પ્રશાંત કિશોરને પ્રચાર પ્રસારની કમાન સોંપવાનો નિર્ણય કર્યો છે. તેના પર ભાજપા નેતા મુકુુલ રોયે કટાક્ષ કર્યો છે.

"મમતા કેવી સાડી પહેરશે, ચોટી કેવી બાંધશે... તે PK નક્કી કરશે

By

Published : Jun 8, 2019, 10:12 PM IST

મુકુલ રોયે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, મમતા બ્રાંડ હવે બંગાળમાં ખત્મ થઇ ગઇ છે. તેથી નવી બ્રાંડ બનાવવા મમતાએ પ્રશાંત કિશોરનો ઉપયોગ કરી રહી છે.

"હવે પ્રશાંત નક્કિ કરશે કે મમતા કેવી સાડી પહેરશે, ચોટી કેવી બાંધશે... વાત કેવી રીતે કરશે અને હાથ કેવી રીતે ચલાવશે"

જ્યારે તેને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, પ્રશાંત કિશોર ભાજપાના જ ઘટક દળ JDU ના ઉપાધ્યક્ષ પણ છે તો ભાજપાને શું આ વાતની કોઇ પ્રોબ્લેમ નથી?

મુકુલ રોયે પ્રશાંત કિશોર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પ્રશાંત કિશોરે અખિલેશ યાદવને પણ ઉતર પ્રદેશમાં ડુબાડ્યા હતા, તો હવે તે જોવાનું રહેશે કે પ્રશાંત કિશોર બંગાળમાં મમતા બેનર્જીની હોડી ડુબાડશે કે બચાવશે તે તો આવનારો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details