ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભ્રષ્ટાચાર અટકાવવા માટે વધુ પારદર્શિતા જરૂરીઃ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ - ભ્રષ્ટાચાર વિરોધી કાયદા

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે સતર્કતા તથા ભ્રષ્ટાચાર વિરોધી કામગીરીઓના વિષય પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યુ હતું અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર સહન નહી કરે. ભ્રષ્ટાચાર રોકવા માટે વધુ પારદર્શિતાની જરૂરિયાત છે.

ભ્રષ્ટાચાર અટકાવવા માટે વધુ પારદર્શિતા જરૂરી
ભ્રષ્ટાચાર અટકાવવા માટે વધુ પારદર્શિતા જરૂરી

By

Published : Oct 28, 2020, 1:26 PM IST

  • સતર્કતા તથા ભ્રષ્ટાચાર વિરોધી કામગીરીઓ પર રાષ્ટ્રીય સંમેલન

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારને ક્યારેય સહન નહી કરવાની નીતિ પર ચાલી રહી છે અને દેશમાં લાંચના વ્યવહારો રોકવા માટે વધુ પારદર્શિતા જરૂરી છે.

સતર્કતા તથા ભ્રષ્ટાચાર વિરોધી કામગીરીઓના વિષય પર સંબોધન કરતી વખતે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે CBI ને નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 6 વર્ષના કાર્યકાળ દરમિયાન કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા અને સ્વાયત્તતા મળી છે.

ABOUT THE AUTHOR

...view details