ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LIVE: ચોમાસુ સત્ર: લોકસભામાં પ્રથમ દિવસે આધિકારિક ભાષા અને ડ્રગ્સ પર સવાલ

cxc
x

By

Published : Sep 14, 2020, 9:28 AM IST

Updated : Sep 14, 2020, 4:01 PM IST

15:54 September 14

આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને લોકોસભામાં કહ્યું કે, દેશમાં કોરોનાના સંક્રમણ દરમાં સતત સુધારો થઇ રહ્યો છે

આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને લોકોસભામાં કહ્યું કે, દેશમાં કોરોનાના સંક્રમણ દરમાં સતત સુધારો થઇ રહ્યો છે.

15:53 September 14

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને મળનારી મદદ માટે આશ્વાસન આપ્યું

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કોરોના મહામારીથી સર્જાયેલા આર્થિક સંકટ પર સરકારની ગંભીરતાઓને લઇને લોકોસભામાં પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, મહામારીના કારણે અધ્યાદેશનો લાવવો સરકારની મજબૂરી હતી. સીતારમણે કેન્દ્ર સરકારના તરફથી રાજ્યોને મળનારી મદદ માટે આશ્વાસન આપ્યું હતું.

15:52 September 14

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ જમ્મુ કાશ્મીર આધિકારિક ભાષાઓમાં પંજાબીને સામેલ કરવાનો આગ્રહ કર્યો

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, બે સપ્ટેમ્બર 2020એ સરકારે જમ્મુ કાશ્મીર આધિકારિક ભાષાઓમાં પંજાબીને સામેલ નથી કરી. જ્યારે હિન્દી, ઉર્દુ અને ડોંગરીને સામેલ કરી છે. સરકારને આગ્રહ કરુ છુ કે, આ બિલમાં પંજાબીને સામેલ કરવામાં આવે.

14:16 September 14

લોકસભાની કાર્યવાહી મંગળવારે બપોરના 3 વાગ્યા સુધી સ્થગિત

લોકસભાની કાર્યવાહી મંગળવારે બપોરના 3 વાગ્યા સુધી સ્થગિત 

11:40 September 14

બે સાંસદ કોરોના સંક્રમિત

સંસદના ચોમાસુ સત્રમાં સામેલ થયેલા બે સાંસદ કોરોના સંક્રમિત થયા છે. જોકે કોરોનાની મહામારીનેલ ધ્યાને રાખી સંસદ ભવનને પુરી રીતે સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. આ સાથે તમામ સાંસદો માટે માસ્ક અનિવાર્ય છે.  

11:40 September 14

લદ્દાખ મુદ્દા પર કાર્યસ્થગન પ્રસ્તાવ

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પાર્ટી પ્રમુખના સુરેશને લદ્દાખમાં ચીનની ઘુસપૈઠના મુદ્દા પર કાર્યસ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પાર્ટી પ્રમુખના સુરેશને લદ્દાખમાં ચીનની ઘુસપૈઠના મુદ્દા પર કાર્યસ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો છે. 

09:32 September 14

કાર્યવાહી સ્થગિત

લોકસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. 

09:21 September 14

સંસદમાં પ્રણવ મુખર્જીને અપાઈ શ્રદ્ધાંજલિ

સંસદમાં પ્રણવ મુખર્જીને અપાઈ શ્રદ્ધાંજલિ

જે સાંસદોના નિધન ગત સત્રમાં થયા છે તેમને સંસદમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ સંસદમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી  હતી. 

09:20 September 14

લોકસભાની કાર્યવાહી શરૂ

કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે લોકસભાની કાર્યવાહી શરૂ

09:14 September 14

લોકસભામાં ચોમાસુ સત્રની કાર્યવાહી શરૂ

  • સંસદ સત્ર  શરૂ થતાં પહેલા પીએમ મોદીએ આપ્યું નિવેદન
  • પીએમએ કહ્યું કે બધા સાસંદોનો આભાર
  • કોરોના પણ છે, છતાં કર્તવ્યનું પાલન કરવું જરૂરી
  • મોનસુન સત્ર આજે વિશેષ વાતાવરણમાં થશે શરૂ
  • આ સત્રમાં અનેક મહત્વના નિર્ણયો લેવાશે
  • લોકસભામાં પ્રતિદિવસ બપોરે ત્રણ વાગ્યે, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી 9 am શરુ થશે
Last Updated : Sep 14, 2020, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details