કેરળ, તમિલનાડૂથી આગળ વધ્યું ચોમાસુ, 48 કલાકમાં પૂર્વોતરમાં આગમન થાય તેવી સંભાવના - south india
ન્યૂઝ ડેસ્ક: કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.આગામી 48 કલાકમાં એટલે કે મંગળવાર સુધીમાં પૂર્વોત્તર રાજ્યોના અમુક ભાગમાં ચોમાસું આવવાની શક્યતા છે.
file
જણાવામાં આવી રહ્યું છે કે, ચોમાસું દક્ષિણ અરબ સાગર, લક્ષદ્વીપના મોટા ભાગમાં થઈ કેરળની સાથે સાથે દક્ષિણ તમિલનાડૂના અમુક ભાગમાં આગળ વધી રહ્યું છે. મોસમ વિભાગની જાણકારી મુજબ જોઈએ તો મંગળવાર સુધીમાં પૂર્વોત્તરના અમુક ભાગમાં ચોમાસાની શરૂઆત થવાની સંભાવના જણાઈ રહી છે.