ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક એવા નેતાની વાત, જેની પાસે વર્લ્ડ બેંકનું 4 લાખ કરોડનું દેવું છે

ચેન્નઈ: સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી યોજાવાની હોય સાથે સાથે તમિલનાડૂમાં પેટાચૂંટણી પણ થવાની છે. રાજ્યમાં પેરંબૂર સીટ પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ સીટ પર પેટા ચૂંટણી લડવા જતા એક અપક્ષ ઉમેદવાર હાલ તો ખૂબ ચર્ચામાં છે.

જેબમણી મોહનરાજ

By

Published : Apr 4, 2019, 7:04 PM IST

આ ઉમેદવારનું નામ છે જેબમણી મોહનરાજ. મોહનરાજે પોતાની સંપતીને લઈ હાલ ચર્ચામાં આવ્યા છે. તેમણે સોગંદનામામાં પોતાની સંપતી 1.76 લાખ કરોડ રોકડા અને વિશ્વ બેંક પાસેથી લીધેલું દેવું 4 લાખ કરોડ રુપિયા દર્શાવ્યું છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, આ નેતાનું સોગંદનામું ચૂંટણી પંચે સ્વિકારી લીધું છે. જેબમણીને ચૂંટણી ચિન્હમાં લાલ મરચું મળ્યુ છે.

મોહનરાજ એક નિવૃત એસઆઈટી ઓફિસર છે. તેઓ રાજીવ ગાંધીની હત્યાની તપાસ કરતી ટીમમાં સામેલ હતા.

ABOUT THE AUTHOR

...view details