ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતને બદનામ કરવા માટે લિંચિંગનો ઉપયોગ ના કરો: ભાગવત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે RSSના સ્થાપના દિવસ પર મંગળવારે કહ્યું કે, ટાળા દ્વારા હત્યા લિંચિંગ પશ્વિમનો પ્રકાર છે. દેશને બદનામ કરવા માટે ભારતના સંદર્ભમાં તેનો ઉપયોગના કરવો જોઈએ.

BHAGVAT

By

Published : Oct 8, 2019, 2:34 PM IST

વિજ્યાદશમી પર નાગપુરમાં RSSના સ્થાપના દિવસ પર રેશ્મી મેદાનમાં 'શસ્ત્ર પૂજા' બાદ સ્વયંસેવકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, લિંચિંગ શબ્દનો ઉદભવ ભારતીય લોકબોલીમાં નથી, આવા શબ્દો ભારત પર ના થોપો.

RSS પ્રમુખે જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો આપનાર કલમ 370 નાબૂદ કર્યા બાદ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે,જ્યારે 370ના પ્રભાવ ના થાય અને ન્યાયનું કામ થાય. જેથી અન્યાય સમાપ્ત થશે.

મોહન ભાગવતે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના વિચારોમાં પરિવર્તન આવ્યું છે. જેને ન ઈચ્છનાર લોકો દુનિયા અને ભારતમાં પણ છે. સ્વાર્થ માટે આ શક્તિઓ ભારતને દઢ અને સંપન્ન નથી થવા દેવા માંગતી.

દેશની સુરક્ષા પર સંધ પ્રમુખે કહ્યું કે, નસીબ છે કે, આપણા દેશની સુરક્ષા સામર્થ્યની સ્થિતિ, આપણી સેનાની તૈયારી, અમારા શાસનની સુરક્ષા નીત અને આપણા આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કુશળતાની સ્થિતિ આ પ્રકારની બની છે. આ મામલે અમે લોકો સજાગ અને આશ્વસ્ત છે.

ભાગવતે કહ્યું કે, આપણી સરહદ અને જળ સીમાઓ પર સુરક્ષા સતર્કતા પહેલાથી સારી છે. ફક્ત સરહદ પર સૈનિક અને ચોકીઓની સંખ્યા અને જળ સીમા પર સુરક્ષા વધારવી જોઈએ. દેશની અંદર પણ ઉગ્રવાદી હિંસામાં ઘટાડો થયો છે. ઉગ્રવાદીઓના આત્મ સમર્પણની સંખ્યા પણ વધી છે.

RSS ચીફે કહ્યું કે, સમાજના વિભિન્ન વર્ગોને અરસપરસ સદ્વભાવ, સંવાદ અને સહયોગથી વધારવાના પ્રયત્નો કરવા જોઈએ. સમાજના બધા વર્ગોમાં સદ્દભાવ, સમરસતા અને સહયોગ અને કાયદા બંધારણની મર્યાદામાં પોતાના મતોની અભિવ્યક્તિ આજની સ્થિતિમાં જરુરી છે.

દશેરાનો તહેવાર RSS માટે ઘણો મહત્વપૂર્વ માનવામાં આવે છે, કારણે કે આ દિવસે 1925માં સંગઠનની સ્થાપના થઈ હતી. આ વાર્ષિક સમારોહમાં HCLના સંસ્થાપક શિવ નાદર મુખ્ય અતિથિ હતાં. કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી, જનરલ (નિવૃત્ત) વી.કે સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતાં.

ABOUT THE AUTHOR

...view details