ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદીને ટીવી પર રાહુલ કરતા ત્રણ ગણો વધારો સમય મળ્યો - rahul gandhi

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાન દરમિયાન 1થી 28 એપ્રિલની વચ્ચે ટીવી પર વડાપ્રધાન મોદીને રાહુલ ગાંધી કરતા ત્રણ ગણો વધારે સમય મળ્યો છે.

ians

By

Published : May 13, 2019, 6:15 PM IST

દર્શકો પર નજર રાખતી એક ટેલીવિઝન એજન્સીએ આ આંકડાઓ આપી ખુલાસો કર્યો છે.

આ એજન્સીના જણાવ્યા અનુસાર મોદીને ન્યૂઝ ચેનલમાં 722 કલાકથી પણ વધારે સમય માટે બતાવામાં આવ્યા હતાં. તો સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફક્ત 252 કલાકનો જ સમય મળ્યો હતો.

1થી 28 એપ્રિલ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની 65 રેલી થઈ હતી. જ્યારે વડાપ્રધાન મોદીની તેમના કરતા એક રેલી ઓછી કરેલી છે. તેમ છતાં પણ મોદી રાહુલ કરતા ટીવીમાં વધારે જગ્યા મેળવવામાં સફળ રહ્યા છે.

આ બાજુ અમિત શાહને ટીવી પર 124 કલાકનો સમય મળ્યો હતો. તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ન્યૂઝ ચેનલમાં 84 કલાકનો સમય મળ્યો હતો.

બસપા સુપ્રીમો માયાવતીને ટીવી ન્યૂઝ ચેનલમાં 85 કલાકનો સમય મળ્યો છે.

ટીવી ચેનલોએ ટારગેટીંગ રેટીંગ પોઈન્ટને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીને વધારે સમય આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details