વડાપ્રધાને 1 વર્ષની પુત્રીને વળતો જવાબ આપતા તેના પિતા રવિંદર યાદવે ટ્વીટર પર આ માહિતીને શેર કરી હતી. તેઓએ કહ્યું, ' મારી 11 વર્ષની પુત્રી ખુશ છે, કારણ કે તેને વડાપ્રધાન નરેંન્દ્ર મોદીનો પત્ર મળ્યો હતો. વડાપ્રધાનને પત્ર લખવાનો વિચાર મારી પુત્રીનો જ હ઼તો. મેં તો તેને માત્ર પોસ્ટ કરવામાં મદદ કરી હતી. તેને આટલી ખુશી આપવામાં વડાપ્રધાન નરેંન્દ્ર મોદીનો ખુબ આભાર'
વડાપ્રધાન મોદીએ 11 વર્ષની દિકરીના પત્રનો વળતો જવાબ આપ્યો - RAVINDAR YADAV
નવી દિલ્હી: વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ હરિયાણાના ગુરૂગ્રામની એક 11 વર્ષની દિકરીના પત્રનો વળતો જવાબ આપ્યો હતો. છોકરીએ તેને લોકસભા ચૂંટણીમાં ભાજપાની જીત માટે અભિનંદન આપ્યા હતા અને તેને આગ્રહ રાખ્યો હતો કે તેને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.
મોદીએ 11 વર્ષની છોકરીના પત્રનો વળતો જવાબ આપ્યો
યાદવે ટ્વીટ સાથે તેની પુત્રીનો પત્ર અને વડાપ્રધાનના જવાબનો પત્ર પણ ટ્વીટર પર શેર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ પત્રનો વળતો જવાબ આપતા લખ્યું છે કે, ' લોકસભા ચૂંટણી 2019માં ભાજપા અને રાજગની ઐતિહાસિક જીત પર તમારા અભિનંદનના મેસેજને લઇને તમારો આભાર વ્યક્ત કરૂ છું.