ગુજરાત

gujarat

વડાપ્રધાને ગાંધીજીના ત્રણ વાંદરા થકી ભારત-જાપાનના સંબંધોને દર્શાવ્યા

By

Published : Jun 28, 2019, 9:15 AM IST

Updated : Jun 28, 2019, 11:16 AM IST

ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન મોદીએ ગુરૂવારે ભારત અને જાપાન વચ્ચે મજબૂત સંબંધને રજૂ કરવા માટે મહાત્મા ગાંધીની શિક્ષા સાથે જોડાયેલા ત્રણ બુદ્ઘિમાન વાંદરાઓનો ઉલ્લેખ કર્યો હતો.

HD

મોદીએ અહીં ઉત્સાહ પૂર્વક ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે, 'જ્યારે આપણે દુનિયા સાથે ભારતના સંબંધોની વાત કરીએ તો તેમાં જાપાનનું મહત્વનું સ્થાન છે.'

તેઓ શુક્રવારે ઓસાકામાં યોજાનારી G-20 સંમ્મેલનમાં ભાગ લેવા જાપાન આવ્યા છે.

તેમણે કહ્યું કે 'જાપાન સાથે અમારા વર્ષો જુના સંબંધ છે. અમે એકબીજાની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. તેનું કારણ મહાત્મા ગાંધી છે. અમે બધાએ તેમની કહેવત સાંભળી છે કે, 'ખોટું ન જોશો, ખોટું ન સાંભળશો અને ખોટુ ન બોલશો'. પરંતુ તમામ લોકો જાણે છે કે તેમણે પોતોનો સંદેશ આપવા જે ત્રણ વાંદરાનો ઉલ્લેખ કર્યો તેમનું મૂળ 17મી સદીના જાપાનમાં છે.'

આ ત્રણ કપિરાજ છે ઃ મિજારૂ, જેણે આંખો ઢાંકેલી છે અને ખરાબ નથી જોતો. કિકાજારૂ, જેણે કાન બંઘ કર્યા છે અને ખરાબ નથી સાંભળતો. ત્રીજો ઈવાજારૂ જેણે પોતાનું મુખ બંધ કર્યું છે અને તે ખોટું નથી બોલતો.

મોદીએ કહ્યું, 'અમારી ભાષામાં પણ કેટલાક અંશ પણ અમને એકસાથે જોડે છે.'

Last Updated : Jun 28, 2019, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details