ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા મોદી, સરકાર બનાવવાનો દાવો કર્યો રજૂ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાજપા અને રાજગ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે નિમણુક કરતા કેન્દ્રમાં નવી સરકાર બનાવવાનું આમંત્રણ પાઠવ્યું છે. કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેબિનેટ અને શપથ ગ્રહણની તારીખ પર પણ નિર્ણય કરવા કહ્યું હતુ.

રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા મોદી, સરકાર બનાવવાનો દાવો કર્યો રજૂ

By

Published : May 26, 2019, 8:06 AM IST

વડાપ્રધાન મોદીએ ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં રીપોર્ટરોને જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ તેેને વડાપ્રધાનની નિમણુક કરતા નવી સરકાર રચવાનુ કહ્યું હતું.

તેઓએ કહ્યું, " ભારત પાસે વિશ્વમાં ઘણી તક છે, સરકાર તેનો પૂરો ઉપયોગ કરવા માટે કામ કરશે.

મોદીએ કહ્યું કે, લોકોને ખાતરી અપાવવા માગુ છું કે, તેની નવી સરકાર બધી જ ઈચ્છઓ પૂરી કરવામાં કોઇ કસર બાકી રાખશે નહીં.

રાષ્ટ્રપતિ ભવન તરફથી બહાર પાડેલા નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિએ મોદીની દેશના નવા વડાપ્રધાન તરીકે નિમણુક કરી છે.

વધુમાં તેઓએ કહ્યું કે, કોવિંદે મોદીને વિનંતી કરી છે કે, તેમને અન્ય સભ્યોના નામ જણાવે કે જેઓની કેન્દ્ર પ્રધાન તરીકે નિમણુક કરવામાં આવે અને ત્યાર બાદ એ પણ જણાવ્યું કે, શપથગ્રહણ સમારોહની તારીખ અને સમય જણાવે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details