નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને લઇને સોમવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ સામાજિક કલ્યાણ સંગઠનોના સભ્યો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે સમાજ કલ્યાણ સાથે જોડાયેલા સભ્યો કોરોના વાઇરસ સાથે જોડાયેલી ખોટી સૂચનાઓ અને અંધ વિશ્વાસને દૂર કરવાની ભૂમીકા ભજવી શકે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશ કોવિડ-19નો સામનો કરી રહ્યો છે. ગાંધી કહેતા હતા કે ગરીબોની સેવા કરવી જ રાષ્ટ્રની સેવા કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. આ તકે વડાપ્રધાને લોકોની સેવા કરવામાં આગળ આવેલા સંગઠનોના સમર્પણની પ્રશંસા કરી હતી.