તો આ બાબતે માયાવતીએ જવાબ આપતા કહ્યું હતું કે, યોગ્ય સમયે તેનો જવાબ આપીશું. પણ મોદી ઉના અને રોહિત વેમૂલા કાંડમાં કેમ રાજીનામું આપતા નથી. તેનો જવાબ ક્યારે આપશે.
અલવરની ઘટના બાદ કુશીનગરમાં મોદી-માયાવતી વચ્ચે તિક્ષ્ણ પ્રહારો - alwar gangrape
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદીએ યુપીના કુશીનગરમાં બસપાના સુપ્રીમો માયાવતી પર પ્રહારો કર્યા હતાં. કુશીનગરમાં મોદીએ માયાવતી પર પ્રહારો કરતા કહ્યું કે, રાજસ્થાનના અલવરમાં દુષ્કર્મની ઘટના બાદ પણ માયાવતી કોંગ્રેસના સાથમાં છે. આ ઘટના બાદ માયાવતી હજૂ પણ કેમ ચૂપ છે જેના પર વડાપ્રધાન મોદીએ સવાલો ઊભા કર્યા હતાં.
design
મોદીએ અહીં માયાવતી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જ્યારે માયાવતી પર હુમલો થયો ત્યારે તેમણે કહ્યું હતું કે, આ તમામ મહિલાઓનું અપમાન છે. પણ આજે અલવરમાં થયેલી ગેંગરેપની ઘટનામાં એક દલિત બેટી પીડિત છે, છતાં પણ માયાવતી ચૂપ છે. શું તેમને આ વાતનું કોઈ દુ:ખ નથી, અને જો દુખ થતું હોય તો કોંગ્રેસ સરકારમાંથી સમર્થન કેમ પાછું ના લીધું.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જો સાચે જ માયાવતીને દેશની દિકરીઓ પ્રત્યે ચિંતા છે તો રાજસ્થાનમાંથી સરકારનું સમર્થન પાછું લે.