ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશનીતિ પર રાહુલનો મોદી પર વાર, કહ્યું- પાડોશી દેશ સાથે મિત્રતા ન હોવી એ દુર્ભાગ્યપૂર્ણ

ભારત અને બાંગ્લાદેશના સંબંધને લઈ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

Rahul gandhi
Rahul gandhi

By

Published : Sep 23, 2020, 3:04 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ સરકાર દરમિયાન ભારતની વિદેશી નીતિઓનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારેે અન્ય દેશો સાથે ભારતના સંબંધો બગાડ્યા છે. તેમણે ટ્વિટ કરી લખ્યું કે પાડોશી દેશો સાથે દોસ્તી ન હોવી એ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.

રાહુલ ગાંધી ટ્વિટ

હકીકતમાં રાહુલે એક ઉદાહરણ પૂરુ પાડતા એક ન્યૂઝ ટ્વિટ કર્યા છે. જેમાં ભારત અને બાંગ્લાદેશના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. ન્યૂઝના હેડિંગમાં લખ્યું કે ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં આવેલી ખટાશ વચ્ચે બાંગ્લાદેશ અને ચીન વધારે નજીક આવ્યાં છે.

જેને લઈ રાહુલે ટ્વિટ કરી લખ્યું કે, 'મિસ્ટર મોદીએ એ સંબંધોને નષ્ટ કરી દીધા છે જે કોંગ્રેસે કેટલાય દશકોથી બનાવ્યા અને વિકસાવ્યાં.'

આ સાથે તેમણે ઉમેર્યુ કે પાડોશી દેશ સાથે મિત્રતા ન હોવી એ ખતરનાક છે.

ABOUT THE AUTHOR

...view details