PM મોદીએ મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ પ્રસંગે વિવિધ ક્ષેત્રના કલાકારોને આમંત્રણ આપ્યું હતું અને મહાત્મા ગાંધીના આદર્શો વિશ્વભરમાં ફેલાવવાની અપીલ કરી હતી. આ દરમિયાન PM મોદીએ ઇટીવી ભારતની પ્રશંસા કરતા ઉપસ્થિત બધા જ લોકોને ઇટીવી ભારત દ્વારા બનાવેલ મ્યુઝિકલ વીડિયોને બતાવ્યો હતો.
આ પહેલા પણ PM મોદી ઇટીવી ભારતની આ પહેલની ટ્વીટ કરી પ્રશંસા કરી ચૂક્યા છે. મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, પૂજ્ય બાપુના પ્રિય ભજનની ભવ્ય પ્રસ્તુતિ બદલ @Eenadu_Hindi તમને હાર્દિક અભિનંદન. મહાત્મા ગાંધીના સ્વપ્નને અનુરૂપ, સ્વચ્છ ભારત અભિયાનમાં જાગૃતિ ફેલાવવામાં મીડિયા જગતનું ખૂબ જ યોગદાન છે. હવે વખત છે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો.
PM મોદીએ ETV ભારત દ્વારા બનાવેલ 'વૈષ્ણવ જન' મ્યુઝીકલ વીડિયોને કર્યો રજૂ આ પણ વાંચોઃ ગાંધી@150: ઇટીવી ભારતની મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ. જયહિન્દ
આ કાર્યક્રમ દરમિયાન ગાંધીજીના આદર્શોને વિશ્વભરમાં પહોંચાડનાર 4 વીડિયોને બતાવવામાં આવ્યા હતા. જેમાં ઇટીવી ભારતનો આ વીડિયો પણ સામેલ હતો. આ સાથે જ મોદીએ તારક મહેતા ગ્રુપ, રાજકુમાર હિરાણી, સંસ્કૃતિ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા બનાવેલ વીડિયોને પણ બતાવ્યાં હતાં. આ તમામ વીડિયોને બતાવવા પાછળનો હેતુ ગાંધીના આદર્શોને પ્રોત્સાહન આપવાનો હતો.
ઈટીવી ભારત ગાંધીજીના પ્રિય ભઝન (વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો યે, મન અભિમન ના આણે રે) દ્વારા દેશભરમાં એકતાનો સંદેશ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જેમાં ઇટીવી ભારતે 15 મી સદીના ગુજરાતી કવિ નરસિંહ મહેતા દ્વારા રચિત ભજનને તેના માધ્યમ તરીકે પસંદ કર્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના કલાકારો ઉપસ્થિર રહ્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈનાડુ ગૃપ (ઈટીવી ભારત)ના પ્રતિનીધિઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી. આ અંગે PMએ 'વૈષ્ણવ જન...' ભજનના ઈ ટીવી ભારતના વીડિયો પાછળની સર્જનાત્મક અને વિચારસરણીની પ્રશંસા કરી હતી. PM મોદીએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઈનાડુ ગ્રુપના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. આ બાબતે PMએ કહ્યું કે, રામોજી ગૃપના ચેરમેન રામોજી રાવ સામાજિક મુદ્દાઓને પ્રોત્સાહન આપવા હંમેશાં અગ્રેસર રહ્યા છે. આવી કામગરી કરી સમાજમાં અને લોકોમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી રામોજી ગૃપે કરી કરી છે.
PM મોદીએ ETV ભારત દ્વારા બનાવેલ 'વૈષ્ણવ જન' મ્યુઝીકલ વીડિયોને કર્યો રજુ આ પણ વાંચોઃ ગાંધી@150ઃ રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવ દ્વારા 'વૈષ્ણવ જન તો...' ગીત રિલીઝ કરાયું
નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવ જન એટલે જેના મનમાં દરેક વ્યક્તિ માટે કરુણાનો ભાવ, જીવન અને આદર્શોને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. નરસિંહ મહેતાએ સાંસારિક જીવનનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ તેઓ ભક્તિ ચળવળની પ્રમુખ શક્તિ બની ગયા હતા. ઈટીવી ભારત એક ડીજીટલ પ્લેટફોર્મ તરીકે ભારતના શહેરોની સીમાને ઓળંગી દરેક ભારતીયની સફળતા અને સિદ્ધિઓ દર્શાવે છે. અમે નરસિંહ મહેતાની કૃતિઓમાં સ્પષ્ટતાથી લખાયેલ સામાન્ય માણસોના પ્રયત્નો અને દારૂણ સ્થિતિને દર્શાવવામાં બીજા કરતા ઘણા આગળ છીએ.
આ પણ વાંચો...'બાપુને શ્રદ્ધાંજલિ': ETV ભારતની વિશેષ પ્રસ્તુતિને ગુજરાતના પ્રધાનોએ બિરદાવી
આધુનિક સમયમાં જ્યાં માનવતાને સાથે નાગરિકો માટે દયાની જરૂર હોવાથી ઇટીવી ભારતે દેશની વિવિધતાઓને રજૂ કરવા માટે ભારતના સર્વશ્રેષ્ઠ ગાયકોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. કી. પી ઉન્નીકૃષ્ણન (તમિલ), એશ.પી બાલા કૃષ્ણન (તેલુગુ), પી વિજય પ્રકાશ (કન્નડ), યોગેશ ગઢવી (ગુજરાતી), પુલક બેનર્જી (આસામી), વૈશાલી માડે (મરાઠી), કે.એસ. ચિત્રા (મલયાલમ), શંકર સાહની (પંજાબી), હમતી શુક્લા (બંગાળી), સુભાષચંદ્ર દાસ (ઓડિયા), ચન્નુલાલ મિશ્રા અને સલામત ખાન (હિન્દી) એ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલી આપવા માટે આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતના સંગીતકાર વાસુ રાવ સાલૂરી છે અને દિગ્દર્શક અજિત નાગ છે. આ ગીતનુ શુટીંગ દેશના જુદા જુદા ભાગોમાં કરવામાં આવ્યું છે. જેમાં દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પરંપરાઓને મુખ્ય રીતે દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો....ઇટીવી ભારતની પહેલને PM મોદી સહિત મહાનુભાવોએ ટ્વીટ કરીને બિરદાવી
તમને જણાવી દઈએ કે, આ ગીતને રજુ કરતા સમયે PM મોદીએ સંબોધન કરી કહ્યું હતું કે, ગાંધીજી સરળતાનો પર્યાય છે. તેમના વિચારો દૂર દૂર સુધી ગુંજી ઉઠ્યા છે. 'સર્જનાત્મકતા એક મહાન શક્તિ છે'. આપણા દેશ માટે સર્જનાત્મકતાની ભાવનાનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. મહાત્મા ગાંધીના આદર્શોને લોકપ્રિય બનાવવા માટે ફિલ્મ અને ટીવી ઉદ્યોગનું મોટું યોગદાન રહેલું છે. તેઓ હજી પણ આ ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે.
PM મોદીના આ કાર્યક્રમમાં બોલીવુડના આમિર ખાન, શાહરૂખ ખાન, રાજકુમાર હિરાણી, આનંદ એલ રાય, કંગના રનૌત, કૃતિ સેનન, સોનમ કપૂર, છન્નૂ લાલ મિશ્રા જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.