ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમે કોઈની લીટી ટૂંકી કરવાને બદલે અમારી લીટી લાંબી કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર 'એક પરિવાર' સિવાય કોઇ બીજા યોગદાનનું મહત્વ નહીં આપવાનો આક્ષેપ લાગાવ્યો છે. વડાપ્રધાને જણાવ્યું કે અમે કોઈની 'લીટી નાની કરવાને બદલે લાંબી લીટી કરવામાં વિશ્વાસ ધરાવીએ છે.'

કોંગ્રેસ પર વડાપ્રધાન મોદીના આકરા પ્રહારો

By

Published : Jun 26, 2019, 8:29 AM IST

કોંગ્રેસનું નામ લીધા વગર મોદીએ જણાવ્યું કે, સંસદમાં કહેવામાં આવ્યું છે કે 'અમારી ઉંચાઇને કોઇ ઓછી ન કરી શકે...' તેઓએ કહ્યું, ' અમે બીજાની લીટી નાની કરવામાં વિશ્વાસ નથી કરતા, અમે અમારી લીટી લાંબી કરવા માટે જીંદગી કાઢી નાખીએ છીએ.

વડાપ્રધાને કહ્યું, ' તમારી ઉંચાઇ તમને મુબારક છે. તમે એટલી ઉંચાઇ સર કરી લીધી છે કે જમીન દેખાતી બંધ થઇ ગઇ છે. તમે એટલી ઉંચાઇ સર કરી લીધી છે કે ઝડમૂળમાંથી ઉખડી ગયા છો. તમે એટલી ઉંચાઇ સર કરી લીધી છે કે તમને જમીનના લોકો પણ નકામા લાગી રહ્યા છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, 'તમારી વધુ પડતી ઉંચાઇ થવી મારા માટે સંતોષની વાત છે.'

ઉલ્લેખનિય છે કે રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચાના સમયે સોમવારે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ટિપ્પણી કરી હતી. ચૌધરીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભલે 52 બેઠક જ મળી હોય, પરંતુ ' તેની ઉંચાઇ ઓછી થઇ શકતી નથી જેવી રીતે કોઇ વ્યક્તિ જો દુબળા-પાતળા થઇ જાય તો તેનું કદ ઓછું થતું નથી.

ABOUT THE AUTHOR

...view details