હૈદરાબાદ : તેલંગણામાં દુષ્કર્મના પ્રયાસનો વિરોધ કરવા પર ઘરે કામકરનારી 13 વર્ષીય બાળકીને સળગાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે જાણકારી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બાળકીના નિવેદનના આધાર પર 26 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાની ખમ્મમ જિલ્લાની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે જીંદગી સામે લડી રહી છે.
પોલીસે કહ્યું કે, આ ઘટના 18 સપ્ટેમ્બરની છે, પરંતુ સમગ્ર ઘટના સોમવારના રોજ સામે આવી છે. જ્યારે પોલીસે હોસ્પિટલમાં સારવાર માટે આવેલી બાળકી વિશે જાણકારી મળી હતી. તેમણે કહ્યું કે, ઘટનાના દિવસે આરોપીએ પીડિતા સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો અને પીડિતાએ તેનો વિરોધ કર્યો હતો.
પોલીસે કહ્યું કે, આરોપીએ પીડિતા પર પ્રેટ્રોલ છાંટી આગ લગાવી હતી. પોલીસે કહ્યું કે, પીડિતાને વધુ સારવાર અર્થ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, સમગ્ર ઘટના અંગે પોલીસને કોઈ જાણકારી આપવામાં આવી નહતી. પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું છે. આરોપી પર દુષ્કર્મ અને હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, હોસ્પિટલે પણ કોઈ સૂચના ન આપતા સ્વાસ્થ વિભાગ દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.