ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માઇક્રોસોફ્ટ 'ટ્રેન ધી ટ્રેનર'ના ભાગ રૂપે 900 શિક્ષકોને તાલીમ આપશે

માઇક્રોસોફ્ટ ભારતમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વર્કફોર્સ વિકસાવવા ટ્રેન ધી ટ્રેનરના ભાગ રૂપે 900 શિક્ષકોને તાલીમ આપશે. માઇક્રોસોફ્ટ ભારતમાં શૈક્ષણિક સમુદાયમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કુશળતા અને ક્ષમતાઓ વિકસાવવા માટે નવો કાર્યક્રમ શરૂ કરશે. કંપની ભારતની ટોચની સંસ્થાઓમાંથી દેશના 900 ફેકલ્ટી સભ્યોને તાલીમ આપશે.

Microsoft to train 900 teachers as part of the Train the Trainer initiative
માઇક્રોસોફ્ટ ટ્રેન ધી ટ્રેનરના ભાગ રૂપે 900 શિક્ષકોને તાલીમ આપશે

By

Published : Aug 25, 2020, 6:15 PM IST

ન્યૂઝ ડેસ્કઃ માઇક્રોસોફ્ટ ભારતમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વર્કફોર્સ વિકસાવવા ટ્રેન ધી ટ્રેનરના ભાગ રૂપે 900 શિક્ષકોને તાલીમ આપશે. માઇક્રોસોફ્ટ ભારતમાં શૈક્ષણિક સમુદાયમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કુશળતા અને ક્ષમતાઓ વિકસાવવા માટે નવો કાર્યક્રમ શરૂ કરશે. કંપની ભારતની ટોચની સંસ્થાઓમાંથી દેશના 900 ફેકલ્ટી સભ્યોને તાલીમ આપશે.

માઇક્રોસોફ્ટ ગેરેજ દ્વારા આયોજિત ‘ટ્રેન ધી ટ્રેનર’ કાર્યક્રમ માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જયપુર અને પટનાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પહેલના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક અને આઇસીટી એકેડમીના સહયોગથી કાર્યરત કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કંપની MNIT જયપુર, IIT ગુવાહાટી, IIT કાનપુર, IIT રૂરકી, NIT પટના, IIIT-D જબલપુર સહિતના મહત્વની સંસ્થાઓમાં ઇલેક્ટ્રોનિક અને ICT એકેડેમી દ્વારા દેશભરની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના 900 ફેકલ્ટી સભ્યોને તાલીમ આપશે. ફેકલ્ટીના સભ્યો તેમના ક્વોન્ટમ ભવિષ્યનું નિર્માણ શરૂ કરવા માટે જરૂરી કુશળતાથી સજ્જ હશે.

ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માહિતીની પ્રક્રિયા કરવા માટે ક્વોન્ટમ ફિઝિક્સના ગુણધર્મોને લાગુ કરે છે અને આરોગ્યસંભાળ, ઉર્જા, પર્યાવરણીય પ્રણાલીઓ, સ્માર્ટ મટિરિયલ્સ અને વધુમાં નવી શોધને સક્ષમ કરે છે. આ ક્વોન્ટમ ભવિષ્યના વિકાસની ક્ષમતાઓ માઇક્રોસોફ્ટ દ્વારા એઝ્યુર ક્વોન્ટમ સાથે ક્લાઉડ પર લાવવામાં આવશે જે એક ખુલ્લું ક્લાઉડ ઇકોસિસ્ટમ છે. જે ડેવલપરને વિવિધ ક્વોન્ટમ સોફ્ટવેર, હાર્ડવેરને માઇક્રોસોફ્ટ અને તેના ભાગીદારોના સોલ્યુશન્સને એક્સેસ કરવા માટે સક્ષમ બનાવે છે. એઝ્યુરના એઝ્યુર ક્લાઉડ પ્લેટફોર્મ પર બિલ્ટ, તે માઇક્રોસોફ્ટના ઝડપથી વિકસતા ક્લાઉડ ભવિષ્યમાં અનુકૂલન કરવાનું ચાલુ રાખશે.

માઇક્રોસોફ્ટ દ્વારા ક્વોન્ટમ તાલીમ કાર્યક્રમ E&ICT એકેડેમી દ્વારા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવેલી પહેલને સમર્થન આપશે, ભવિષ્ય માટે આગામી સ્તરની તકનીકી કુશળતા પ્રદાન કરવા માટે શૈક્ષણિક નિષ્ણાતોની કુશળતા વધારશે.

એક નિવેદનમાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જે મહત્વના પાસાઓ આવરી લેવામાં આવશે તેમાં ક્વોન્ટમ માહિતીની રજૂઆત, સુપરપોઝિશન અને એન્ટેગ્યુલેંટ સહિત ક્વોન્ટમ જાણકારી અને ક્વોન્ટમ ગેટ્સની મદદથી માહિતીની પ્રક્રિયા સાથે ક્વોન્ટમ મશીન લર્નિંગની રજૂઆત અને ક્વોન્ટમ પ્રોગ્રામિંગ સામેલ છે.

મેનેજિંગ ડિરેક્ટર અને કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ - માઇક્રોસોફ્ટ ઇન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટર, એન્ટરપ્રાઇઝ, ડિવાઇસીસ ઈન્ડિયા - રાજીવ કુમારે જણાવ્યું છે કે, ભારત વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અને કમ્પ્યુટિંગ વર્કફોર્સ અને તેના તકનીકી સક્ષમ લોકો માટે અને આ દ્વારા વિશ્વભરમાં જાણીતું છે. આ પહેલમાં કંપનીનું લક્ષ્ય ક્વોન્ટમમાં કુશળતા વિકસાવવાનું છે, જેમાં નવા કોન્સેપ્ટ શોધ કરવાની સંભાવના છે, જે દેશના આઇટી ઉદ્યોગના ભાવિને આકાર આપશે.

ABOUT THE AUTHOR

...view details