નવી દિલ્હી: સરકારે વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના ઘરે લઈ જવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે વિવિધ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરો, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના ગૃહ રાજ્યોમાં પરત લાવવા નવી માર્ગદર્શિકા જારી કરી છે. નવા ઓર્ડરમાં જણાવાયું છે કે તેઓને ખાસ ટ્રેનો દ્વારા પરત લાવવામાં આવશે.
સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે આ લોકોને રેલવે મંત્રાલય દ્વારા સંચાલિત ટ્રેનો દ્વારા પરત મોકલવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ટ્રેન લિંગમપલ્લીથી હટિયા, અલુવાથી ભુવનેશ્વર, નાસિકથી લખનઉ, નાસિકથી ભોપાલ, જયપુરથી પટના અને કોટાથી હટિયા દોડશે.