PDP નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ જણાવ્યું કે, અમરનાથ યાત્રા વર્ષોથી ચાલી રહી છે, પણ આ વર્ષે કરવામાં આવેલી તૈયારીઓ કાશ્મીરી નાગરિકોના વિરોધમાં છે. જેને પગલે કાશ્મીરી નાગરિકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો આના કારણે લોકોને રોજબરોજના કામોમાં પણ તકલીફો પડી રહી છે. હું રાજ્યપાલને વિનંતી કરુ છું કે, તેઓ આ મામલે વચ્ચે આવે અને નિવારણ લાવે"
તો બીજી તરફ અબ્દુલ્લાએ રવિવારના રોજ કહ્યું હતું કે, "અક્ષમતા અને આળસ"ની પરાકાષ્ઠા છે, કે રાજ્યપાલ મલિકના નેતૃત્વ વાળા પ્રશાસન અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા માટે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાગરિક પરિવહન રોકવા ઇચ્છે છે"
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યપાલ વહીવટીતંત્ર 30 વર્ષોમાં એકમાત્ર એવું તંત્ર છે. જેમાં ધોરીમાર્ગો બંધ કરવાની જરૂરીયાત જણાઈ છે.
મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું હતું કે, એવું નથી કે અમે યાત્રાળુઓની સુરક્ષાને લઇને ચિંતાતૂર નથી. પણ એથી પણ વધારે તો એ છે કે રાજ્યપાલ મલિકનું વહિવટી તંત્ર 30 વર્ષોમાં એક એવું તંત્ર છે. જેને યાત્રાળુઓની સુરક્ષાને લઇને રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલવે લાઇનને બંધ કરવાની જરૂરીયાત જણાઇ છે. અને આ આળસ અને આ અક્ષમતા અને આળસની એક પરાકાષ્ઠા છે"
અમરનાથ યાત્રા પ્રારંભ થવાની સાથે જ શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નાગરિક પારિવહન રોકી દેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, આ આ વ્યવસ્થા સુરક્ષાને ધ્યાનમાં લઇને કરવામાં આવી છે.