રાજસ્થાનમાં લેવાયેલા આ નિર્ણયને લોકો વખોળી રહ્યા છે.
રાજસ્થાન વિધાનસભામાં મીડિયા પર પ્રતિબંધ
જયપુરઃ રાજસ્થાન વિધાનસભામાં ગુરૂવારે શરૂ થયેલા બજેટ સત્ર દરમિયાન મીડિયા પર અનેક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર મીડિયાકર્મીને કોઈ પણ રાજ્યપ્રધાન અથવા વિપક્ષી દળના નેતાઓને મળવાની છૂટ નથી. અધ્યક્ષ સી.પી. જોશીના હુકમ પર મીડિયાને વિધાનસભાની લૉબી સુધી જ સીમિત કરી દેવાયું છે.
આ નિર્ણયને વખોળતા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન વાસુદેવ દેવનાનીએ કહ્યું, "દેશમાં આપાતકાળ દરમિયાન મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો, તેવામાં રાજસ્થાનમાં મીડિયા પર પ્રતિબંધ લગાવવો તે સારા સંકેત નથી"
આ નિર્ણયના કારણે મીડિયાકર્મીઓને મૂંઝવણમાં મૂકી દીધા છે. તેમણે મુખ્યપ્રધાન અશોક ગહેલોત સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્યપ્રધાને આ મુદ્દાને અધ્યક્ષ સમક્ષ ઉઠાવવાનું આશ્વાસન આપ્યું છે.
આ અગાઉ મીડિયાને પ્રધાનો, વિપક્ષી નેતાઓ, વિપક્ષી ધારાસભ્યો અને અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ડીઆઈપીઆર અધિકારીઓ સવિયા અન્ય લોકોની ચેમ્બરમાં જવાની પરવાનગી હતી.
સચિવાલયમાં જવા માટે મળતા પાસની સંખ્યા ઘટાડી દેવાઈ છે.