નવી દિલ્હી : માર્ચ મહિનામાં ક્રિકેટ જગતમાં ઘણી મહત્વની ઘટના બની છે. 16 માર્ચના દિવસે ઘણી ઘટનાઓ બની છે, જે બનેલી તમામ આજના દિવસની ઘટનાઓ ઐતિહાસિક છે. ભારત ક્રિકેટને ધર્મ માને છે અને આ ધર્મનો ભગવાન સચિનને માને છે.
ઈતિહાસમાં 16 માર્ચઃ સચિને બનાવી સદીઓની સદી, સ્વતંત્રસેનાની પી શ્રીરામુલુનો જન્મ
ઈતિહાસમાં ઘણી ઘટનાઓ એવી હોય છે, જેને આપણે હંમેશા યાદ રાખવા માગીએ છીએ. 16 માર્ચના રોજ ઈતિહાસમાં ઘણી યાદગાર ઘટનાઓ બની છે. માર્ચ મહિનો ક્રિકેટ માટે હંમેશા મહત્વનો રહ્યો છે. આજના દિવસે જ સચિને તેની 100મી સદી ફટકારી હતી. જાણો ઈતિહાસમાં આજના દિવસે બનેલી મહત્વની ઘટનાઓ વિશે...
16 માર્ચ, 2012ના દિવસે સચિને એશિયા કપની બાંગ્લાદેશ સામે શેર-એ-બાગ્લા સ્ટેડિયમ(મીરપુર)માં રમાયેલી મેચમાં અભૂતપૂર્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વન-ડે ક્રિકેટમાં સચિને 49મી સદી ફટકારી હતી. આ પહેલા તે 51 સદી ફટકારી ચુક્યો હતો. આ સાથે તેમને સદીઓની સદી પુરી કરી હતી. દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન મેળવનાર સચિન એક માત્ર બેટ્સમેન છે, જેને આ સિદ્ધી હાંસલ કરી હોય. આ પહેલા આ મુકામ સુધી કોઈ પણ ક્રિકેટર પહોંચી શક્યો નથી.
દેશ-દુનિયાના ઈતિહાસમાં 16 માર્ચના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓનો ક્રમ નીચે મુજબ છે :-
- 1527: બાબરે ખાનવાના યુદ્ધમાં રાણા સાંગાને હરાવ્યા
- 1693: ઇંદોરના હોલકર રાજવંશના સ્થાપક મલ્હારરાવ હોલકરનો જન્મ
- 1846: પ્રથમ બ્રિટીશ-શીખ યુદ્ધના પરિણામે અમૃતસર સંધિ પર હસ્તાક્ષર થયા
- 1867: મહાન સર્જન જોસેફ લિસ્ટર કરી સફળતાપૂર્વક એન્ટિસેપ્ટિક શસ્ત્રક્રિયા
- 1901: સ્વાતંત્ર્ય સેનાની પી. શ્રીરામુલુનો જન્મ. તેમણે આંધ્રપ્રદેશની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
- 1910: ઈફ્તીકાર અલી ખાન પટૌડીનો જન્મ. તેઓ ભારત અને ઇંગ્લેન્ડ બંને તરફથી ક્રિકેટ રમ્યા હતા
- 1939: જર્મનીએ કર્યો ચેકોસ્લોવાકિયા પર કબ્જો
- 1978: ભારતીય મૂળની બ્રિટીશ અભિનેત્રી આયેશા ધારકરનો જન્મ
- 1966: યુ.એસ. દ્વારા સંચાલિત અવકાશયાન જેમિની -8 લોન્ચ કર્યું
- 1968: વિયેતનામ યુદ્ધ દરમિયાન, અમેરિકન સેનાએ સેંકડો નિર્દોષ લોકોની હત્યા
- 2000: પાકિસ્તાનની લાહોરની અદાલતે જાવેદ ઈકબાલને ફાંસી આપી. જેણે 6 વર્ષથી 16 વર્ષની વયના બાળકો સાથે અમાનવીય કૃત્ય કર્યા બાદ હત્યા કરી હતી અને પુરાવા છુપાવવા માટે તેમના શરીરના ટુકડા કરીને મૃતદેહને એસિડમાં નાખી દીધા હતા. જાવેદ જે રીતે બાળકોની હત્યા કરતો હતો, તે જ રીતે તેને પણ મારવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સજા મળે તે પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી