કેજરીવાલની સરકારે ચાર વર્ષના પોતાના કાર્યકાળમાં દિલ્હીની જનતા માટે એક પણ કામ કર્યું નથી. ત્યારે જ જનતા વચ્ચે જૂઠનો સહારો લેવો પડે છે. પોતાની અસફળતાઓને છૂપાવવા માટે કેજરીવાલ પૂર્ણ રાજ્ય કરવાની મથામણ કરી રહ્યા છે.
કેજરીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન માટે 6 મહિનાથી રાહ જોઈ રહ્યા છે: ભાજપ - Gujarati news
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીનું દિલ્હીની જનતા સાથે પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવાના નામ પર ખોટું બોલવા અને ધ્યાન ભટકાવવાને લઈ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, મુખ્યપ્રધાન કેજરીવાલ જનતાને પૂર્ણ રાજ્યના નામ પર ભટકાવવાની કોશીશ કરી રહ્યા છે. સાથે જ કહ્યું કે, કેજરીવાલ કોંગ્રેસ સાથે ગઠબંધન માટે 6 મહિનાથી રાહ જોઈ રહ્યા છે.
મનોજ તિવારીએ કહ્યું કે 26 જાન્યુઆરીની પરેડને રોકવાની કોશીશ કરી અને બંધારણીય સંસ્થાઓ પર વાંરવાર હુમલો કરીને કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાનો દાવો કર્યો છે. કેજરીવાલ સત્તાની લાલચમાં કોઈ પણ હદ સુધી જઇ શકે છે. કેજરીવાલ દિલ્હીને વિકાસના સ્તર પર એક નંબરે લાવી ન શક્યા, પરંતુ પ્રદુષણમાં દિલ્હી એક નંબર પર આવી ગયું છે.
દિલ્હી ભાજપ અધ્યક્ષે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો મહિલા વિરોધી ચહેરો દિલ્હીની જનતા સામે આવી ગયો છે. મહિલા વિરોધી આમ આદમી પાર્ટીની સરકારને દિલ્હીની મહિલાઓ આગામી ચૂંટણી સુધી દિલ્હીથી આગળ આવવા નહીં દે.