હરિયાણામાં પાર્ટીને જો કે, સ્પષ્ટ બહુમત ન મળતા અન્ય પાર્ટીઓનો સહયોગ લેવો પડશે. ત્યારે સ્વાભાવિક છે કે, સરકાર બનાવવાની હોડ લાગી છે. હરિયાણામાં મનોહર લાલ પોતાની શાખ બચાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. જેને લઈ તેઓ રાજ્યપાલને મળવા પહોંચી રહ્યા છે.
હરિયાણામાં રાજ્યપાલને મળવા જઈ રહ્યા છે મનોહર લાલ ખટ્ટર - manohar lal khattar meet haryana governer
ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં હજૂ સત્તાવાર આંકડા આવવાના બાકી છે.જો કે, અનેક સીટ પર પરિણામો આવી ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા જઈ રહ્યા છે. ખટ્ટર રાજભવન આવી પહોંચી રહ્યા છે.
haryana election result
સીએમ મનોહર લાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણને મળવા પહોંચી રહ્યા છે. જ્યાં ખટ્ટર સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.