ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તો શું મનમોહન બનશે કોંગ્રેસ પ્રમુખ?

ન્યુઝ ડેસ્ક: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ લંડનમાં છે. ત્યારે અહીં પક્ષના નેતૃત્વ અંગે કોકડુ ગુંચવાયુ છે. બે દિવસ બાદ સંસદ સત્ર શરૂ થનાર છે. એવામાં વિપક્ષ તેમાય ખાસ કરીને કોંગ્રેસની ભૂમિકા શું રહેશે, તેમની રણનીતિ શું હશે, તેને લઈ વિચાર કરવામાં આવી રહ્યો છે. મનમોહન સિંહને તેની જવાબદારી આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો શું મનમોહન સિંહ કોંગ્રેસના તારણહાર બનશે? તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

hd

By

Published : Jun 15, 2019, 9:54 PM IST

સોમવારે સંસદસત્રની શરૂઆત થઇ રહી છે, કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ સંકટમાં છે. રાહુલ ગાંધી પ્રમુખ પદે રાજીનામું ધર્યા બાદ ભારતની બહાર છે. સૂત્રોની માહિતી મૂજબ તેઓ કોંગ્રેસ પ્રમુખ પદનો પુનઃ સ્વીકાર કરવા તૈયાર નથી. તેમની જગ્યાએ કોણ આવશે, તે અંગે હાલ સહમતિ થઈ નથી. સંસદસત્ર દરમિયાન કોંગ્રેસની શું ભૂમિકા રહેશે, તેને લઈ પાર્ટીએ આજે ચર્ચા પણ કરી. પક્ષના કાર્યલયમાં આયોજીત આ બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથ, અશોક ગેહલોત, વી.નારાયણસામી અને એચ.ડી. કુમારસ્વામીએ ભાગ લીધો હતો.

કોંગ્રેસની સમીક્ષા બેઠક

મુખ્યપ્રધાન કમલનાથની ડિનર પાર્ટી
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને નીતિ આયોગની બેઠક પહેલા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને ડિનર પર બોલાવ્યા હતા. પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ આ બેઠકમાં આવ્યા ન હતા.

કેપ્ટનની નારાજગી, મનમોહનની બેઠક
કેપ્ટનની નારાજગીને જોતા કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બેઠક રાખવામાં આવી હતી. કેપ્ટન મનમોહનની સામે આવશે તેવી આશા હતી, પરંતુ કોંગ્રેસ પ્રમુખ પદ સહિત રણનીતિ માટે ચર્ચા થશે. પરંતુ તેમ ન થયું. કેપ્ટને નીતિ આયોગની બેઠકમાં પોતાના નાણાપ્રધાનને મોકલી દીધા.

સંસદસત્રમાં કોંગ્રેસ પ્રમુખ કોણ
સૂત્રો મુજબ રાહુલ ગાંધીની નારાજગી બાદ પ્રમુખ પદ માટે શરૂ થયેલી ચર્ચાથી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી બંન્ને અડગા રહ્યાં છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે, તેઓ કોંગ્રેસ પ્રમુખ પદની જવાબદારી નહીં લે. તેમને સમજાવવાના પ્રયત્નો શરૂ થતા તેઓ લંડન ચાલ્યા ગયા. તેવામાં કોંગ્રેસ ઔપચારિક રીતે ભલે એમ કહે કે તેમના પ્રમુખ રાહુલ ગાંધી છે, પરંતુ પક્ષની અંદર આ અંગે ભારે મૂંઝવણ છે. પરિસ્થિતિ એ છે કે સોમવારે સંસદ સત્ર શરૂ થઈ રહ્યું છે અને કોંગ્રેસ પ્રમુખ પદ નેતૃત્વવિહોણું બન્યુ છે.

પક્ષને સંકટમુક્ત કરવા મનમોહનને સોંપાઈ જવાબદારી
પક્ષની ઉપર વધતા સંકટના ઉપાય માટે મનમોહનસિંહને સમાધાનની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાનની આગેવાનીમાં MPના મુખ્યપ્રધાન કમલનાથ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત, પુડુચેરીના મુખ્યપ્રદાન વી. નારાયણસામી, કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી હાજર રહ્યાં હતા, પરંતુ કેપ્ટનની ગેરહાજરીના કારણે બેઠકનો રંગ જામ્યો નહી. કોંગ્રેસના પદાધિકારીઓને લાગે છે કે, જો ગાંધી-નહેરુ પરિવારની બહારથી કોઈ વ્યક્તિની વાત પર પક્ષ એકમત થાય તો તે નામ મનમોહન સિંહ છે.

રાહુલ ગાંધી

પ્રમુખપદની જવાબદારીથી ભાગતા નેતા
સૂત્રની માહિતી મૂજબ પ્રમુખ પદ માટે વરિષ્ઠ કોંગ્રેસ નેતા એ. કે. એંટની અને કે. સી. વેણુગોપાલે પણ જવાબદારી લેવાનો નનૈયો ભણ્યો છે. એવામાં જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા એક મંચ પર આવવા તૈયાર નથી, ત્યારે પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને કોંગ્રેસ કાર્યાલય પર બોલાવામાં આવ્યા. જેથી તેઓ પક્ષના અધ્યક્ષ પદ માટે પક્ષને એકમત કરી શકે. નીતિ આયોગના વલણ પર કોંગ્રેસનો પક્ષ રજૂ કરવા માટે કોંગ્રેસ નેતા કે ગાંધી-નહેરૂ પરિવારનું કોઈ સદસ્ય હાજર ન હોવાને કારણે પક્ષને આ બેઠકની જરૂરિયાત લાગી.

સરકારને ઘેરવા માટે પ્લાનિંગ
આ પરિસ્થિતિને દૂર કરવા અહેમદ પટેલે મનમોહન સિંહને કોંગ્રેસ કાર્યાલય બોલાવ્યા હતા. જ્યાં કોંગ્રેસના મુખ્યપ્રધાનોની ટીમ અને વરિષ્ઠ નેતાઓની સામાન્ય સહમતિ બનાવવા માટે એક બેઠક બોલાવી હતી. જેમાં સરકારને ઘેરવા માટે નીતિ આયોગની બેઠકમાં કોંગ્રેસ દેશમાં વધતું જળ સંકટ અને નદીઓ સુકાઈ જવાની સમસ્યા ઉપરાંત GDP ઉપર સવાલો કરશે.

આ મુદ્દાઓ પર કોંગ્રેસ કરશે સવાલ
કોંગ્રેસ સરકારને એ પણ સવાલ કરશે કે કૃષિ ક્ષેત્રમાં કયા નવા પ્રયાસ શરૂ કરાયા છે, નક્સલ પ્રભાવિત ક્ષેત્રો, આદિવાસીઓને રાહત આપવા માટે સરકાર કઈ નીતિ બનાવે છે. આ હેતુસર નીતિ આયોગની બેઠક પહેલા મનમોહન સિંહની આગેવાનીમાં કોંગ્રેસને એકજુઠ હોવાનો મેસેજ આપવાનો સંદેશ પણ હતો. પરંતુ તેની પહેલા કમલનાથની ઘરે બોલાવાયેલી ડિનર પાર્ટીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેપ્ટન અમરિંદર સિંહ ગેરહાજર રહ્યાં તે દર્શાવે છે કે કોંગ્રેસની અંદર હાર બાદ શું પરિસ્થિતિ છે.

ABOUT THE AUTHOR

...view details