ભાજપને જેના માટે મત મળ્યા એ જ કામ કરવામાં નિષ્ફળઃ મનમોહનસિંહ
મુંબઇ : મહારાષ્ટ્ર ભાજપના સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારતરત્ન આપવાનો સમાવેશ થયો છે. સંકલ્પપત્રમાં આ વાયદાનો સમાવેશ કર્યા બાદ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. પરતું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આ બાબત પર કહ્યું કે,કોંગ્રેસ દ્વારા સાવરકરના નામના પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે અર્થવ્યવસ્થા મુદ્દે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે મુંબઈમાં કહ્યું છે કે, ભાજપને જેના માટે મત મળ્યા તે કામ કરવામાં જ ભાજપ નિષ્ફળ રહ્યું છે. મહારાષ્ટ્રમાં નિર્માણ ગ્રોથ છેલ્લા ચાર વર્ષથી સતત ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યમાં એક પાર્ટીની સરકારવાળુ મોડલ ફેલ થઈ ગયું છે.
કોંગ્રેસની પત્રકાર પરિષદમાં મનમોહન સિંહે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
મનમોહન સિંહે કહ્યું કે, દેશમાં ઉદ્યોગોની સ્પીડ ખૂબ ધીમી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના ધણાં કિસ્સા સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર લોકોના હિતની નીતિ બનાવવામાં નિષ્ફળ રહી છે. મેં મારા કાર્યકાળમાં મહારાષ્ટ્રમાં ઘણાં નેતા સાથે કામ કર્યું છે. દરેક લોકો મહારાષ્ટ્રનું હિત ઈચ્છે છે. અમે ખેડૂતોના ધિરાણ પણ માફ કર્યા હતા.