ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મણિપુરઃ હોસ્પિટલમાં ખરાબ માસ્કનો જથ્થો મળી આવતા સ્વાસ્થ્ય અધિકારીની ધરપકડ

મણિપુરમાં ખરાબ માસ્કની સપ્લાઇ કરવાને કારણે સ્વાસ્થ્ય વિભાગના અમુક અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે.

Etv Bharat, GujaratiNews, Manipur Police, Covid 19 Mask
manipur-health-officials-booked-for-supplying-substandard-masks-to-hospital-police

By

Published : Apr 18, 2020, 3:29 PM IST

ઈમ્ફાલ: મણિપુર લાંફેલમાં કોરોના મહામારી દરમિયાન જિલ્લા હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ઉપયોગ કરાયેલા ખરાબ માસ્કની સપ્લાઇ કરવામાં આવી હતી. કેન્દ્રીય ચિકિત્સા નિર્દેશાલયના દરોડા દરમિયાન પોલીસે ખરાબ N95 માસ્ક જપ્ત કર્યા હતા. જે બાદ મણિપુરના સ્વાસ્થય વિભાગના અમુક અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ચૂરચંદરપુરના જિલ્લા હોસ્પિટલમાં ખરાબ માસ્કની આપૂર્તિની ફરિયાદ મળ્યા બાદ વિજિલેન્સ અને એન્ટી કરપ્શન પોલીસ સ્ટેશનની એક વિશેષ ટીમ દ્વારા શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરમિયાન ટીમે 1,250 N95 માસ્ક અને સુરક્ષાત્મક ગેરના નમુના જપ્ત કર્યા હતા.

તેમણે જણાવ્યું કે, 14 એપ્રિલે 200 ખરાબ N95 માસ્કનો પુરવઠો જિલ્લા હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આઇસોલેશન વોર્ડમાં ઉપયોગ કરાયેલા ખરાબ માસ્કને તે દિવસે પરત મોકલવામાં આવ્યા અને પરત લાવવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સ્વાસ્થય નિર્દેશાલયના અધિકારીઓ ઉપરાંત 5 ફર્મ માલિકો અને અમુક અજાણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details