માકપાએ પોતાનો ચૂંટણી ઢંઢેરો 15 મુદ્દા પર આધારિત રાખ્યો છે. સીપીએમ પાર્ટીના ચૂંટણી પ્રચારમાં ત્રણ બાબતો મહત્વની છે. પહેલી ભાજપના ગઠબંધનને હરાવવું, સીપીએમની તાકાતને લોકસભામાં વધારવી અને ત્રીજું છે કેન્દ્રમાં એક વૈકલ્પિક ધર્મ નિરપેક્ષ સરકાર બનાવવી.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરીએ કહ્યું હતું કે, દેશમાં એક ધર્મ નિરપેક્ષ સરકારનું હોવું અતિ જરૂરી છે. જે આપણા સંવૈધાનિક અધિકારોની રક્ષા કરી શકે. સંવૈધાનિક ગણરાજ્યની સ્થાપના બાદ જ આપણે કલ્યાણની દિશામાં આગળ જઈશું.